નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત પોલીસમાં એક સાથે આજે 33 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 33 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટરની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટ કારણોસર ત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવેલી બદલી પ્રમાણે એસીબીમાં ફરજ બજાવતા જે.કે. ડાંગરની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે, કચ્છ પૂર્વ-ગાંધીધામમાં ફરજ બજાવતા પી.એન. ઝીંઝુવાડીયાને અમદાવાદ ગ્રામમાં, સાબરકાંઠામાં ફરજ બજાવતા ઓ.કે. જાડેજાને ભરુચમાં, એ.સી.બી.માં ફરજ બજાવતા જે.આર. ઝાલાને અમદાવાદ ગ્રામમાં, સી.આઇ.ડી ક્રાઇમમાં ફરજ બજાવતા આર.એસ. પટેલને સુરત ગ્રામ, સુરતમાં ફરજ બજાવતા એમ.વી પટેલને અમદાવાદ શેહરમાં અને પંચમહાલમાં ફરજ બજાવતા એચ.એન. પટેલને અમદાવાદ શેહરમાં બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે પોલીસ બેડામાં મોટા પાયે ફેરવાર થતો જોવા મળી રહ્યો છે. અગાઉ એપ્રિલ મહિનામાં પણ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ફેરફાર થતાં જોવા મળ્યો હતો. વહીવટી કારણોસર PI અને PSIની બદલી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત પોલીસમાં ફરીએકવાર બદલીનો દોર શરૂ થયો છે.

