Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadપોલીસ વિભાગમાં ભરતી મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, 12,000 જગ્યાઓ ભરવા માટેની બાંહેધરી

પોલીસ વિભાગમાં ભરતી મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, 12,000 જગ્યાઓ ભરવા માટેની બાંહેધરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Gujarat Police Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં અને એમાં પણ ખાસ કરીને પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીએ વર્ગ-3ની બાર હજાર જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપી હતી. સ્ટેન્ડીંગ કમિટીએ આ બાબાબતનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગને પણ સોંપ્યો છે ત્યારે આગામી સમયમાં પોલીસ (Gujarat Police) વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારે હાઈકોર્ટમાં (Gujarat High Court) સોગંદનામું રજૂ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અગાઉ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ પણ વર્ગ-3ના બાર હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવા અંગે મંજૂરી આપી હતી. મંજૂરી બાદ સ્ટેન્ડિંગ કમિટીએ ગૃહ વિભાગને આ નિર્ણય સોંપ્યો હતો. જો કે પોલીસ વિભાગ સિવાય બીજા પદો પર પણ ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. આગામી સમયમાં પોલીસ વિભાગમાં થનારી ભરતી અન્વયે બિન હથિયારી પોલીસ કોન્સટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી 687(પુરુષ), જેલ સિપાહી 57(મહિલાઓ)ની ભરતી કરશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSIની 325 જગ્યા પર મંજૂરી આપી હતી. 325 જગ્યાઓમાંથી ચાલુ નાણાકીય વર્ષે 273 બિન હથિયારી PSIની સરકાર ભરતી કરશે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular