નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ (Budget 2024) રજૂ કરવા માટે સંસદભવન પહોંચે તે પહેલા સીતારમણ રાષ્ટ્રપતિભાવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિતારમણને બજેટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બાદમાં સીતારમણ સંસદભવન પહોંચ્યા હતા. બજેટ રજૂ કરતાં પહેલા સિતારમણે બજેટ અન્વયે ભાષણ આપ્યું હતું. ભાષણ બાદ બજેટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે નાણામંત્રીએ નિર્મલા સીતારમણે દેશને દીરીબીમાં બહાર લાવયાનો તથા આગામી સમયમાં પણ દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનો દાવો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ટૂંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. એવામાં નાણામંત્રીએ નિર્મલા સીતારમણ છેલ્લું બજેટ રજૂ કરી રહ્યા છે. સીતારમણ છઠ્ઠીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. વચગાળાનું બજેટ રજૂ કરતાં સિતારમણે કહ્યું કે, સરકારે પારદર્શક, જવાબદાર અને વિશ્વાસ આધારિત વહીવટ આપ્યો છે. દેશ બીજા દેશો માટે રોકાણ કરવા માટે સારી એવી જરૂરિયાતો અને પરિસ્થિતી પૂરી પાડી રહ્યો છે. આટલા સમયમાં 390 જેટલી યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની પણ નિર્મલા સિતારામને વાત કરી હતી.
વધુમાં બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું કે, એક બજાર, એક ટેક્સ ભારતની પરિવર્તનકારી પહેલ છે. બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ પીએમ જન ધન યોજનાની પણ વાત કરી અને કહ્યું કે, આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. આજે અરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. પાણી યોજના દ્વારા ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે. ખેડૂતો માટે વાત કરતાં સીતારમણે કહ્યું કે, 4 કરોડ ખેડૂતોને પીએમ પાક યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોના સશક્તિકરણ પર પણ કામ કરવામાં આવ્યું છે. ત્રણ હજાર નવી ITI ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસલ કરી છે. ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે. સ્કિલ ઈન્ડિયા મિશનમાં 1.4 યુવાનોને તાલીમ આપવામાં આવી હતી. 3000 નવી ITI બનાવવામાં આવી.
અમે સબકા સાથ, સબકા વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. અમારા કામમાં બિનસાંપ્રદાયિકતા પર ભાર છે. અમારો ભાર ગરીબોના સશક્તિકરણ પર છે. છેલ્લા વર્ષોમાં સરકાર 25 કરોડ લોકોની ગરીબી દૂર કરવામાં સફળ રહી છે. અમારી સરકારનો ઉદ્દેશ્ય સામાજિક ન્યાય જાળવી રાખવાનો છે. સરકાર સર્વાંગી અને સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે. પીએમ મુદ્રા યોજના હેઠળ 22.5 લાખ કરોડ રૂપિયાની 43 કરોડ લોન મંજૂર કરવામાં આવી હતી. મહિલા ઉદ્યોગ સાહસિકોને 30 કરોડની મુદ્રા યોજના લોન આપવામાં આવી હતી. 11.8 કરોડ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી.સરકારે 20 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ₹34 લાખ કરોડ નાખવામાં આવ્યા છે.
વધુમાં સીતારામને કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








