Saturday, June 14, 2025
HomeGujaratAhmedabadDySP યાદવ અને કુંપાવતે ગોલ્ડ મેડલ જીતી દેશભરમાં વગાડ્યો ગુજરાતનો ડંકો

DySP યાદવ અને કુંપાવતે ગોલ્ડ મેડલ જીતી દેશભરમાં વગાડ્યો ગુજરાતનો ડંકો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પોલીસના (Gujarat Police) અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ક્રાઈમ ડિટેક્શનમાં માહેર છે, તેવું નથી. તેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ માહેર ખેલાડીઓ છે. ગુજરાતની પોલીસ શારિરીક અને માનસીક રીતે સ્વસ્થ રહે તે માટે વિભાગમાં સ્પોર્ટ્સને ખુબ પ્રોત્સાહન પોલીસ વડા દ્વારા આપવામાં આવે છે. ત્યારે ગુજરાતના પોલીસ અધિકારી અને કર્મચારીએ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં (Badminton Championship) ગોલ્ડ મેડલ (Gold Medal) હાંસલ કરી ગુજરાતનું અને પોલીસ બેડાનું નામ રોશન કર્યું છે.

gujarat police
gujarat police

તેલંગાણાના હૈદરાબાદ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે વિવિધ રાજ્યોની પોલીસ અને મિલિટરી ફોર્સ માટે 16મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પીનશીપ ટુર્નામેન્ટ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. 17 માર્ચથી 23 માર્ચ 2024 સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 29 ટીમે હિસ્સો લીધો હતો. જેમાં ગુજરાતના પોલીસ અધિકારીઓએ મેન-ડબલની ટુર્નામેન્ટ જીતી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

- Advertisement -

ગુજરાત પોલીસની ટીમમાં ખંભાત ખાતે ફરજ બજાવતા DySP એ. બી. કુંપાવત અને સાબરમતી જેલ ખાતે ફરજ બજાવતા DySP જિતેન્દ્ર યાદવે ઉત્તમ પ્રદર્શન કરી બેડમિન્ટન મેન-ડબલમાં ગત વર્ષની CRPFની વિજેતા ટીમને મ્હાત આપી હતી. આમ ગુજરાત પોલીસની ટીમના બહોશ DySP કુંપાવત અને યાદવે ગુજરાત પોલીસ માટે ગોલ્ડ મેડલ જીતી દેશભરમાં રમત ક્ષેત્રે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાત પોલીસની વિજેતા ટીમને ચારે તરફથી શુભકામનાઓનો મળી રહી છે અને પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.

મહત્વની વાત છે કે DySP જીતેન્દ્ર યાદવ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા હતા. જેઓની ચૂંટણીના અનુસંધાને તાજેતરમાં જ સાબરમતી જેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે DySP એસ. બી. કુંપાવતને પણ હાલોલથી બદલી કરી ખંભાત ખાતે મુકવામાં આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular