નવજીવન ન્યુઝ.નવી દિલ્હીઃ પેગાસસ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં વિવાદિત સોદામાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધવાની માગ કરવામાં આવી છે. અરજીમાં ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારે મિસાઇલ સિસ્ટમ સહિત શસ્ત્રો માટે 2 અબજ ડોલરના પેકેજના ભાગરૂપે 2017માં પેગાસસ ખરીદ્યું હતું.
નવી અરજી સુપ્રીમ કોર્ટમાં મૂળ પેગાસસ કેસમાં મુખ્ય અરજદાર રહેલા એડવોકેટ એમ એલ શર્માએ દાખલ કરી છે. શર્માએ સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે તેઓ એનવાયટીના અહેવાલની નોંધ લે અને ઇઝરાઇલ સાથેના સોદામાં સામેલ તમામ લોકો સામે સીધા એફઆઈઆર દાખલ કરે. અરજીમાં ભારત-ઈઝરાયેલ ડીલની તપાસની પણ માગ કરવામાં આવી હતી.
આ પહેલા સીજેઆઈ એન વી રમનાની અધ્યક્ષતાવાળી બેંચે આ જ ડીલ સાથે જોડાયેલા મામલામાં ત્રણ સભ્યોની વિશેષજ્ઞ તપાસ સમિતિની રચના કરી હતી. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાની તપાસને ટાંકીને પ્રકાશિત કર્યું છે કે ઈઝરાયેલની સરકારે પેગાસસની ટેક્નોલોજી ભારતને વેચી દીધી હતી. આ જ રિપોર્ટના આધારે શર્માએ માગણી કરી છે કે આ સોદા માટે સંબંધિત અધિકારી કે ઓથોરિટી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે અને તપાસ શરૂ કરવામાં આવે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












