Monday, July 6, 2026
HomeGeneralઆ ગુનેગારોને પણ 'વેલકમ ટુ ગુજરાત જેલ' કહેવું પડશે, આમ સામાજને કોરી...

આ ગુનેગારોને પણ ‘વેલકમ ટુ ગુજરાત જેલ’ કહેવું પડશે, આમ સામાજને કોરી ખાવા ન દેવાય

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “આ પાકિસ્તાનના ડ્રગ નેટવર્ક પર ગુજરાત પોલીસ(ATS), કોસ્ટ ગાર્ડ અને NCB ની “દરિયાઈ સ્ટ્રાઈક છે”, જેટલા મોકલશો એટલા પકડશું, વેલકમ ટુ ગુજરાત જેલ… આખી જિંદગી કાઢો કાળ કોઠરીમાં” આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. ગુજરાતમાંથી ઝડપાયેલા હજારો કરોડના ડ્રગ મામલે તેમણે આ શબ્દો ટ્વીટ મારફતે ઉચ્ચાર્યા છે. મહદઅંશે મળેલી આ સફળતાનો ઉત્સવ ઉજવાય જ તેનો કશો રંજ ન હોય. પરંતુ સવાલ એ છે કે આપણે પાકિસ્તાનથી ભારતના વિરોધીઓ એ કરેલા કેટલાક કૃત્યો ઝડપી પાડીએ છીએ પણ, ભારતના જ ભારત વિરોધીઓ વિદેશથી ઓનલાઇન સટ્ટા ચલાવે છે એ તરફ નજર જ નથી કરતા તેવું કેમ ? કરણ આ પણ કરોડો-અબજો નો ધંધો છે. જે બીજા કોઇ પણ ગેરકાયદે કામમાં ઉપયોગમાં લેવાય તેવી સંપુર્ણ શક્યતાઓ છે.



ઓનલાઈન સટ્ટા જુગરનો ધંધો દેશ વિરોધી કૃત્યોથી જરા પણ ઉતરતો નથી એ વાત જવાબદારી પૂર્વક જણાવીએ છીએ. સાથે જ તેને ઝડપવામાં પોલીસ પાંગળી હોવાનો ડોળ કરે છે તે પણ જવાબદારી પૂર્વક જણાવીએ છીએ. કારણકે કે પોલીસ જે ઓનલાઈન જુગાર રમનાર યુવાનો પર કેસ કરે છે તે જુગાર રમાડનાર ‘બુકી’ અખબારોમાં જાહેરાત આપે છે. જો ઝડપવા જ હોય તો જાહેરાત આપનાર જાહેરાત કરનાર બંનેને તપાસના દાયરામાં સેટ કરી શકાય છે.

ઓનલાઈન આઇ.ડી. મારફતે જુગાર રમાડતા માફિયાઓ ઓનલાઈન બેન્ક કે યુપીઆઈ મારફતે રકમની આપ-લે કરે છે. ઉપરાંત જાહેરાત પણ આપે છે તો પોલીસ એકદમ સરળતાથી તેમના સુધી પહોંચી શકે તેમ છે. હા એ વાત અલગ છે કે, રાજ્ય સરકારનો બાબા આદમ વખતનો જુગારનો કાયદો આરોપીને ડરાવવા પણ કાફી નથી. માટે જ સરકારી સૂત્રો જણાવે છે કે કેસ કરવા કરતાં ‘કેશ’ કરવામાં વધુ રસ દાખવવામાં આવે છે.



રાજ્ય સરકારના જુનવાણી જુગારધારાના કાયદાની જો વાત કરીએ તો તેને એમેન્ડ કરી શકાય અથવા નવો નક્કોર કાયદો જ ઘડી શકાય છે. પરંતુ આવું જરૂરિયાત હોવા છતાં કેમ થતું નથી એ પણ એક કોયડો છે.

- Advertisement -

વળી પોલીસ જ્યારે (ભાગ્યે) ઓનલાઈન આઈ.ડી. પર જુગાર રમતો કે રમાડતો વચેટિયો ઝડપે છે ત્યારે તેની ઉપરના મોટા માથા સુધી જવામાં તપાસના નામે જાણે સંકેલો કરતી હોય છે. ચાલુ એપ્રિલ મહિનાની રાજ્યના વિવિધ શહેરોની ઓનલાઈન સટ્ટા પોલીસ ફરિયાદો પરથી તો એવું જ તારણ મળે છે. વળી એક મહિનામાં કેટલીય વખત અખબારમાં સટ્ટા રમાડતા બુકીઓની જાહેરાત આવી તે મામલે પણ પોલીસનું સદાબહાર કામ જોઈ શકાય છે. વળી આ મામલે અમારા પત્રકારને અમદાવાદના કેટલાક સિનિયર અધિકારો જવાબ ન આપવા માટે રીતસરના ફોન ઉઠાવવાનું બંધ કરતા જોવા મળ્યા છે.

સરકારના કાયદા ન સુધારવા છતાં પણ કેટલાક કામ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા થઈ શકે તેમ છે. છતાં એવા બાહોશી ભર્યા કામ ઓનલાઈન સટ્ટાના કિસ્સામાં કેમ થતા નથી તેનું કારણ પોલીસ વડા ખુદ જ જણાવી શકે. જયારે વાત કરોડોના બેનામી ગેરકાયદેસર ધંધાની હોય ત્યારે ATS, ED અને NIA જેવી સંસ્થાઓ તપાસમાં જંપલાવતી હોય છે. પણ ઓનલાઈન સટ્ટાને એકદમ હળવાશથી લેવાતો હોય તેમ જણાય છે. પરંતુ ખરેખર આ આતંકી કૃત્યથી કમ નથી.



ઓનલાઈન સટ્ટા માટે વપરાતા બોગસ નામ, ત્રાહિતના બેન્ક અને ડિજિટલ વોલેટ્સ (કમિશન અથવા બોગસ પેપરથી ખોલાવેલા) મારફતે જંગી રકમ બુકીઓ હેરફેર કરતા હોય છે. આ રકમ હવાલા અને દુબઇ, પાકિસ્તાન કનેક્શન પણ ધરાવતા હોય તેવું પણ અન્ય રાજ્યોની પોલીસે તપાસમાં ખોલ્યું છે. પરંતુ આપણી રાજ્ય સરકાર અને પોલીસને જાણે વિશ્વાસ છે કે બુકીઓ ખોટું કામ કરી જ ન શકે તેમ એસી ચેમ્બરમાંથી આખું ફિલ્મ જોઈ રહી છે. જેના કારણે બુકીઓ સાથે રાજ્યના તંત્ર પર શંકા કેમ ન થાય તે નાગરિકો વિચારી રહ્યાં છે.

(25 એપ્રિલના રોજ નવજીવન ન્યૂઝ દ્વારા રાજકોટમાં ઓનલાઈન જુગારના કેસમાં જે આઈ.ડી. નો ઉપયોગ છે તે જ આઈ.ડી. 24 એપ્રિલના અખબારમાં ‘હોઉઝેટ’ નામથી જાહેરાત આપનાર વેચી રહ્યો છે તે વિગતો આપી હતી. આ પહેલા પણ ગુજરાતના અખબારમાં ‘મહાદેવ બુક’ની જાહેરાતને ઇન્વેસ્ટિગેશન કરી અહેવાલ પ્રસિધ્ધ કર્યા છે, ઉપરાંત આ મામલે વિદ્વાન વકીલોના મંતવ્યો પણ નવજીવને પ્રસિધ્ધ કર્યા છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular