Tuesday, July 7, 2026
HomeGeneralપંચમહાલ: 'હું ધારાસભ્ય છું, સરકારી તંત્ર મારા હાથમાં છે' જેઠા ભરવાડે સામે...

પંચમહાલ: ‘હું ધારાસભ્ય છું, સરકારી તંત્ર મારા હાથમાં છે’ જેઠા ભરવાડે સામે કોન્ટ્રાક્ટર પોલીસના શરણે

- Advertisement -

નવજીવન ન્યૂઝ ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જેઠા ભરવાડે ચાંદલગઢ ખાતે પાકુ મકાન બનાવડાવીને ૫૮ લાખની રકમ ચૂકવણી નહી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોન્ટ્રાકટર દ્વારા લગાવામા આવ્યો છે. આ મામલે શહેરા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ લેખિત અરજી આપવામાં આવી છે.



શહેરા તાલૂકાના લાભી ગામના જયેશકુમાર પગી પોતે વર્ષોથી ખોડીયાર એન્ટરપ્રાઇઝ અને સંસ્કૃતિ ડેવલપર્સ નામે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેમણે શહેરા પોલીસ મથકમાં આપેલી લેખિત અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યુ કે, શહેરા તાલૂકાના ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠા ભરવાડે મકાન બનાવા માટે મૌખિક વાતચીત કરી૧૨૦૦ રૂપિયાના ચોરસવારથી કોન્ટ્રાક્ટ આપ્યો હતો પણ જમીન વનવિભાગના તાબા હેઠળ હોવાનું જાણ થતા આ બાબતે મે પૂછતા જણાવ્યુ કે હુ શહેરા મતવિસ્તારનો ધારાસભ્ય છું. સરકારીતંત્ર મારા હાથમાં છે. જેથી તારે ચિંતા કરવી નહિ. ત્યાર બાદ કોન્ટ્રાક્ટરે બિલ્ડીંગનું કામકાજ શરૂ કર્યું હતું.

બાંધકામ તૈયાર થઈ જતા બાકી રહેલા ૫૭.૪૩ લાખ નાણા માંગતા જેઠા ભરવાડે ધમકી આપી હતી કે નાણા નહી મળે. ઉપરાંત ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો છે. પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવા અન્ય સમર્થકો પણ હાજર રહ્યા હતા. આ અરજી કરનાર જયેશ પગીએ મિડિયા સાથેની વાતચીતમા પોતે ભાજપ પાર્ટી સાથે સંકળાયેલ કાર્યકર્તા હોવાનુ જણાવ્યુ હતું.



અત્રે નોંધનીય છે ચાર ટર્મથી વિજેતા બનતા ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પોલીસમાં અરજી થતા શહેરાના સ્થાનિક રાજકારણમા ભારે ગરમાવો આવ્યો છ. આ પહેલા પણ જેઠા ભરવાડ સામે ચાંદણગઢ ખાતે આવેલી વનવિભાગની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાના આક્ષેપ શહેરા તાલૂકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા કરવામા આવ્યો હતો. આ આક્ષેપોને ધારાસભ્ય દ્વારા નકારી દેવામા આવ્યો હતો. આ બાંધકામનો મૂદ્દો હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે તેના પર શુ નિર્ણય લેવામા આવે છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular