Monday, April 20, 2026
HomeGeneral'ગુજરાતમા બહુમતી ધરાવતા ક્ષત્રિય સમાજને રાજકીય નેતૃત્વ મળવુ જોઈએ': યુવા ક્ષત્રિય સેનાના...

‘ગુજરાતમા બહુમતી ધરાવતા ક્ષત્રિય સમાજને રાજકીય નેતૃત્વ મળવુ જોઈએ’: યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના શહેરાના નાંદરવા ખાતેથી સમસ્ત યુવા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ સંગઠીત બની એક થાય તે હેતુથી મહારેલીનું પ્રસ્થાન ગુજરાત પ્રદેશના યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહીત પંચમહાલના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિતીમાં કરવામા આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા રણટંકાર કરવામાં આવતા રાજકીય ગરમાવો પણ આવ્યો છે.





પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ખાતેથી સમસ્ત યુવા ક્ષત્રિય સમાજ દ્વારા ફાગવેલ ધામ ખાતે બાવન ગજથી ધજા ચઢાવાની સાથે મહારેલીને લીલીઝંડી આપવામાં આવી હતી. મહારેલીમાં મોટી સંખ્યામાં યુવાનો રજવાડી સાફામાં નજરે પડતા હતા. ૧૦૦ જેટલી ગાડીઓનો કાફલો પણ રેલીમાં જોડાયો હતો. નાંદરવા ખાતે દશામાના મંદિરના પ્રાગણમાં બાવન ગજથી ધજાની શાસ્ત્રોક્ત પુજાવિધી કરવામા આવી હતી. ભાથીજી મહારાજના જયજય કાર અને ક્ષત્રિય એકતા જીંદાબાદનો જયઘોષ બોલાવાની સાથે રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -


પંચમહાલ લોકસભા બેઠકના ભુતપુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સંગઠન આપણે મજબુત કરવાનુ છે, સંગઠન મજબુત હોઈતો કોઈની તાકાત નથી કે આપણી સામે કોઈ થઈ શકે. આપણે શિસ્તમાં રહેવાનું છે. આ પક્ષાપક્ષી માટેની આ રેલી નથી આ ક્ષત્રિય સંગઠન મજબુત થાય તે માટેનો આ કાર્યક્રમ છે. અમારુ સંગઠન અમે મજબુત કરીને ઝંપીશુ. અમારી ૬૭ ટકા વસ્તી હોય અને સત્તાથી દુર રહેતા હોય તો એ અમારી કમનશીબીના સમજતા આવાનારી ચૂંટણીમાં જોઈ લેજો તેમ જણાવ્યુ હતું. ગુજરાત ક્ષત્રીય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિહં બારડે જણાવ્યું હતું. પુષ્પા ઝુકેગા કે ઝુકશે નહીં એતો ખબર નહીં ક્ષત્રિય ઝુકેશે નહીં હાલમાં થઈ રહેલા વિવિધ સમાજોની બેઠકો ગુજરાતમાં થઈ રહી છે. તેના સવાલના જવાબ આપતા તેમને વધુમાં જણાવ્યું કે જીસકે જીતની સંખ્યા ભારી ઈસકી ઈતની હિસ્સેદારી. જેટલો જેનો સમાજ હોય તેનું પ્રતિનિધિત્વ હોવુ જોઈએ. એ જ ધોરણે અમે કહીએ છે ગુજરાતમાં સૌથી વધુ બહુમતી ધરાવતો અમારો સમાજ છે. એ ચાહે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોયકે દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ કે કચ્છ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજને રાજકીય નેતૃત્વ મળવુ જોઈએ. નહીંતો તેના પરિણામો ભોગવા પડશે.

ક્ષત્રિય સમાજના અગ્રણી અનોપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નાંદરવા ખાતે ક્ષત્રિયના સમાજના આગેવાનો આ મહારેલીમાં જોડાયા છે. આ એકતાનું પ્રદર્શન થયું છે. આ રેલીને તોડી પાડવાનું ષડયંત્ર બનાવામાં આવ્યું હતું. તેનો આ રેલી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. આ રેલીમાં સમાજના અગ્રણી ખાતુભાઈ પગી, તેમજ યુવા ક્ષત્રિય સેનાના નરેન્દ્રસિંહ, ગોપાલસિંહ, હસમુખસિંહ, વિશાલસિંહ સહીત ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular