Saturday, April 25, 2026
HomeGeneralસી પ્લેન ફેલ છતાં ખર્ચા અઢળક, કેવડિયા ખાતે આવેલ વોટર એરોડ્રામને નવી...

સી પ્લેન ફેલ છતાં ખર્ચા અઢળક, કેવડિયા ખાતે આવેલ વોટર એરોડ્રામને નવી છત લગાવાઈ, પ્રોટેક્શન વોલ અને ચેકીંગ પોઇન્ટ બનાવાયું

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન.રાજપીપળા): સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરી હતી પરંતુ સી પ્લેન છેલ્લા 1 વર્ષથી બંધ છે ત્યારે સી પ્લેન ફરી ક્યારે શરૂ થશે એની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેવડિયા ખાતે સી પ્લેન માટે 2 વર્ષ પહેલાં બનાવાયેલું વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. છતાં એ વોટર એરોડ્રામમાં નવી છત અને પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. હાલ આ વોટર એરોડ્રામને નવા રૂપરંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે. જે જગ્યાએ સી પ્લેન છેલ્લા 1 વર્ષથી ન આવતું હોવા છતાં 24 કલાક 15 જેટલા સુરક્ષા કર્મી ફરજ બજાવી રહ્યા છે. આ વોટર એરોડ્રામને જોવા હાલ તો માત્ર પ્રવાસીઓ આવી રહ્યા છે પરંતુ સી પ્લેન સેવા શરૂ ક્યારે થશે તે બાબતે તંત્રને પ્રશ્ન પણ કરી રહ્યા છે કારણ કે આ સી પ્લેન સેવા સાવ ફેલ ગઈ હોવાનું સમજી શકાય છે.



- Advertisement -

31 ઓક્ટોબર 2020 ના દિવસથી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે જૂના સી પ્લેન સાથે સી પ્લેન સેવાનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ અન્ય માર્ગે તો આવી શકે છે પણ સમય બગડ્યા વગર ઝડપથી હવાઈ માર્ગે પણ આવે તે માટે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારે એ સી પ્લેનને મોટી સંખ્યામાં પ્રવાસીઓનો પ્રતિસાદ મળ્યો ન્હોતો. હવે સી પ્લેનને પણ અમુક કલાકની ઉડાન બાદ મેન્ટેનન્સની જરૂરિયાત હોય છે પરંતુ મેન્ટેનન્સ માટે કેવડિયાથી અમદાવાદ વચ્ચે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવતું હતું. જોકે છેલ્લે માલદિવ મોકલ્યા બાદ સી પ્લેન ફરી પરત આવ્યું નથી. હવે હાલમાં વોટર એરોડ્રામનું રિનોવેશન કરવામાં આવ્યું છે તો સી પ્લેન વહેલી તકે શરૂ થાય એવી માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લામાં આવ્યા હતા ત્યારે સી પ્લેન બાબતે જણાવ્યું હતું કે વિભાગને સૂચના આપવામાં આવી છે કે બે થી ત્રણ જગ્યાએથી કેવડિયાને સી પ્લેનથી જોડવામાં આવે પરંતુ મંત્રીના જણાવ્યા મુજબના હજુ કોઈ અણસાર દેખાતા નથી.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular