Saturday, April 25, 2026
HomeGeneralમોડાસા : ઇલેક્ટ્રિક મોપેડમાં રાત્રીના સુમારે બ્લાસ્ટ થતા અફરાતફરી, મોપેડમાં આગ લાગતા...

મોડાસા : ઇલેક્ટ્રિક મોપેડમાં રાત્રીના સુમારે બ્લાસ્ટ થતા અફરાતફરી, મોપેડમાં આગ લાગતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે- VIDEO

- Advertisement -

નવજીવન. મોડાસા : પેટ્રોલ-ડીઝલ અને ગેસ સંચાલિત વાહનો વધુ પ્રદુષણ ફેલાવતા હોવાની સાથે ઇંધણના ભાવ સતત વધતા રહેતા છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની શક્યતાઓ નહિવત હોવાના દાવા વચ્ચે મોડાસા શહેરમાં મધુવન સોસાયટીમાં રાત્રીના સુમારે પાર્કિંગ કરેલા ઇલેક્ટ્રિક મોપેડમાં ધડાકાભેર અવાજ સાથે બેટરી બ્લાસ્ટ થતા ભારે અફરાતફરી મચી હતી. મોપેડમાં આગ લાગતા માલિકે મોડાસા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઇલેક્ટ્રિક મોપેડમાં બેટરી બ્લાસ્ટ થતા લોકોમાં ઇલેક્ટ્રિક મોપેડ અંગે શંકા-કુશંકાઓ પેદા થવા લાગી છે.



- Advertisement -

મોડાસાની મધુવન સોસાયટીમાં રહેતા દેવાંગભાઈ ત્રિવેદીએ થોડા મહિના અગાઉ મોડાસામાં આવેલી બેટરી કંપનીના ઇલેક્ટ્રિક મોપેડ અને બાઈકનું વેચાણ કરતા શો-રૂમમાંથી ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી કર્યું હતું. ગત રાત્રીએ ઘર આગળ પાર્ક કરેલા ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં ધડાકાભરે બ્લાસ્ટ થવાની સાથે આગ લાગતા દેવાંગ ભાઈ સહીત આજુબાજુમાં રહેતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ઈકેટ્રીક મોપેડમાં આગ લાગતા તાબડતોબ મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ચાલુ વાહને કે પછી દિવસ દરમિયાન ઇલેક્ટ્રિક મોપેડમાં બેટરી બ્લાસ્ટ થઇ હોત તો હાનિ થઇ હોત સદનસીબે રાત્રીના સુમારે બેટરી બ્લાસ્ટ થતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.

બેટરીમાં લાગતી આગ સૌથી ખતરનાક

- Advertisement -

બેટરીમાં લગતી આગ ICE વાહનમાં લગતી આગ કરતાં પણ વધારે ખતરનાક હોય છે અને તેને તો બુજાવવી પણ ભારે અઘરું કામ હોય છે. ઉલ્લેખનિય છે પેટ્રોલ અને ડીઝલ વાહનોની સરખામણી ઇલેક્ટ્રિક વાહનો સલામત માનવામાં આવે છે. પરંતુ મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકની બેટરી બ્લાસ્ટ થવાના બનાવે લોકોમાં ભય છવાયો છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular