Sunday, April 26, 2026
HomeGujaratહર્ષ સંઘવી આદેશ આપે છે ડ્રગ પકડો પણ સરકારી અધિકારી પંચ થવા...

હર્ષ સંઘવી આદેશ આપે છે ડ્રગ પકડો પણ સરકારી અધિકારી પંચ થવા તૈયાર નથીઃ ક્રાઈમ બ્રાન્ચની CP દ્વારા ગૃહ વિભાગમાં રજૂઆત

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ):

દેશ અને ગુજરાતમાં વધી રહેલી ડ્રગની હેરાફેરી અને સેવનને કારણે ચિંતીત ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને કડક આદેશ આપ્યો છે, પરંતુ પકડાયેલા આરોપીને કોર્ટ  સજા કરે ત્યારે કાયદાની અસરકારકતા સાબીત થાય છે. તે માટે કોર્ટમાં પંચની જુબાની અગત્યની હોય છે, આ બાબતને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગે રાજયના તમામ કલેકટરને પોલીસ માંગે ત્યારે સરકારી અધિકારીને પંચ તરીકે મોકલવા આદેશ આપ્યો છે, પરંતુ પોલીસની સમસ્યા એવી છે કે એક પણ સરકારી અમલદાર પંચ થવા તૈયાર નથી. આવી સ્થિતિમાં જો કેદીને કોર્ટ છોડી મુકે તો દોષનો ટોપલો પોલીસના માથે આવે છે, તાજેતરમાં જ બનેલી ત્રણ ઘટના પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મારફતે એક પત્ર ગૃહ વિભાગને પાઠવી વાસ્તવીક સ્થિતિથી વાકેફ કર્યા છે.

- Advertisement -



નાર્કોટીકસનો કેસ તો દુરની વાત છે, પણ કોઈ ઘટના ઘટે ત્યારે પોલીસના પંચ તરીકે આવવા કોઈ તૈયાર હોતુ નથી, આથી મોટા ભાગના કેસમાં પોલીસ રિક્ષાવાળા-ગેરેજવાળા અને લારી લઈ ઉભી રહેતી વ્યકિતને પંચ તરીકે લઈ જાય છે, પરંતુ જયારે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે પંચ કોર્ટને જણાવે છે કે અમે આ બાબત અંગે કઈ જાણતા નથી પોલીસે તો માત્ર અમારી સહી લીધી હતી, આમ મોટા ભાગના કેસ પંચની જુબાનીને કારણે પોલીસ હારી જાય છે. પરંતુ નોર્કોટીકસનો કેસ સૌથી ગંભીર છે, આ મામલામાં પોલીસ કોઈ ગફલત કરે તો ગુનો નોંધનાર પોલીસ અમલદાર જ આરોપી બની જાય છે, એટલે પોલીસ સામાન્ય ડ્રગ પેડલર અને નશો કરનારને પકડી પોલીસ પોતાની મુસીબત વધારવા માગતી નથી.

નાર્કોટીકસના કેસમાં કોઈને પંચ તરીકે બોલાવવો બહુ મુશ્કેલ કામ છે, આ બાબતથી ગૃહ વિભાગ પણ વાકેફ છે, જેના કારણે ગૃહ વિભાગ દ્વારા કલેકટરને જાણ કરવામાં આવી કે તમારા અધિકારીને પોલીસ બોલાવે ત્યારે પંચ તરીકે મોકલવા આદેશ આપવો, ગૃહ વિભાગના આ આદેશની જાણ ડીજીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચને કરવામાં આવી આ ઉપરાંત કલેકટર દ્વારા પણ સ્થાનિક પોલીસને એક પત્ર પાઠવી તેમણે પોતાના તાબાના કયાં અધિકારીને પંચ તરીકે જવા માટે પ્રમાણિત કર્યા છે તેમના નામ અને ફોન નંબરની યાદી પણ પોલીસને મોકલી આપી હતી. આમ કલેકટર ઓફિસથી યાદી મળતા પોલીસ અધિકારીની સમસ્યા હળવી થઈ તેવુ તે માનતા હતા.

- Advertisement -



પરંતુ તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને નાર્કોટીકસ અંગે બાતમી મળતા સંબંધીત પોલીસ અધિકારીએ તેમની પાસે રહેલી યાદીના આધારે  કલેકટર ઓફિસના એક અધિકારીને ફોન કર્યો તો અધિકારીએ કેટલા વાગે રેડમાં જવાનું છે તેની જાણકારી મેળવી રેડમાં આવવાની તૈયારી દર્શાવી પણ રેડનો સમય નજીક આવતા પોલીસ અધિકારીએ પંચમાં રહેલા અધિકારીને ફોન કરતા ઉત્તર મળ્યો હું સરકારી કામે ગાંધીનગર આવ્યો છુ હું પંચમાં આવીશ નહીં તેમ કહી ફોન કાપી નાખ્યો, ત્યાર બાદ આ પંચ અધિકારીએ પોલીસના ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધુ હતું, આથી બીજા અધિકારીને ફોન કરી પંચમાં આવવાની વિનંતી કરતા તેમણે કહ્યુ હતું મારે ઉપરી અમલદારની મંજુરી લેવી પડે તો હું મંજુરી લઈ આપને જાણ કરુ છુ, પરંતુ ત્યાર બાદ પંચમાં રહેલા અધિકારીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો, ત્રીજા કિસ્સામાં પણ પંચમાં રહેલા અધિકારીને ખબર પડી કે તેમને ક્રાઈમ બ્રાન્ચ સાથે સરકારી પંચ તરીકે જવાનું છે તેની સાથે તેમણે પણ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો.

ક્રાઈમ બ્રાન્ચની સમસ્યા એવી હતી કે બાતમીદારની બાતમી પ્રમાણે ચોક્કસ સમયે રેડ ના પાડે તો આરોપી નાર્કોટીકસ સાથે ભાગી જાય તેમ હતો. આથી છેલ્લે જમાલપુર એએમટીએસ ડેપોમાં જઈ એક ડ્રાઈવર કંડકટરને પંચ બનાવી રેડમાં જવુ પડયુ હતું, આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ગૃહ વિભાગને સરકારી પંચને કારણે તેમને પડતી અગવડતા અંગે જાણ કરી છે.

- Advertisement -






તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular