Thursday, April 23, 2026
HomeNationalફાંસીની સજા પામેલા માટે કોર્ટના દ્વાર બંધ, રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ રહેશે: શું...

ફાંસીની સજા પામેલા માટે કોર્ટના દ્વાર બંધ, રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ રહેશે: શું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ફાંસી કે મૃત્યુંદંડની સજા (Capital punishment) પામેલા ગુનેગારો પોતાની સજા માફ કરાવવા કે ફાંસી રોકાવવા માટે ફાંસીની આગલી રાત સુધી ધામ પછાડા કરતા હોય છે. રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ નાગરિક હોવાની સાથે ભારતીય બંધારણે રાષ્ટ્રપતિને (President of India) કેટલીક વિશેષ સત્તાઓ આપી છે. જેમાં ફાંસીની સજા પામેલાની સજા માફ કરવાની પણ રાષ્ટ્રપતિને સત્તા છે. ભારત સરકારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં કેટલાક સુધારા કર્યા છે.

ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ પર કોઈ આરોપ લાગે છે ત્યારે પોતે નિર્દોષ છે, એવું પુરવાર કરવા આરોપીએ કોર્ટના શરણે જવાનું હોય છે. નીચલી કોર્ટથી લઈ સેશન્સ કોર્ટ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી વ્યક્તિ પોતાના બચાવ સુધી જઈ શકે છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ વ્યક્તિની ફાંસીની સજા યથાવત રાખે છે ત્યારે સજા પામેલી વ્યક્તિ સજાની માફી એટલે કે ફાંસી રોકાવાવા રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકે છે. ગુનાની ગંભીરતા અને સંજોગોને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ પોતાનો અંતિમ નિર્ણય આપે છે જે દરેક માટે અંતિમ નિર્ણય હોય છે.

- Advertisement -

હવે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ વ્યક્તિની ફાંસીની એટલે કે મૃત્યુદંડની સજા યથાવત રાખવામા આવે છે ત્યારે ફાંસીની સજાથી બચવા માટે કેટલાક લોકો ફાંસીની આગલી રાત્રે સજા રોકાવવા કોર્ટના શરણે જતા હોય છે. એક રીતે કોર્ટની તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ અને છેલ્લે રાષ્ટ્રપતિનો અંતિમ નિર્ણય આવ્યા બાદ ફાંસીની આગલી રાતે કરવામાં આવેલી સજા માફી અંગેની અરજીનો કોઈ અર્થ રહેતો નથી છતાં સમય વેડફવા ખાતર આ પ્રકારની અરજીઓ કોર્ટમાં કરવામાં આવતી હોય છે.

ભારત સરકારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં કેટલાક સુધારા કર્યા છે. જેમાં બંધારણની કલમ 72 હેઠળ મૃત્યદંડની સજા માફ કરવા અથવા ઘટાડવાની સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિના કોઈપણ આદેશ સામે અપીલ કરવા માટેનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અદાલતો દ્વારા રાષ્ટ્રપતિના નિર્ણયની સમીક્ષા કરી શકાશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 473 મુજબ બંધારણના અનુચ્છેદ 72 હેઠળ કરવામાં આવેલા રાષ્ટ્રપતિનાં આદેશ સામે કોઈપણ કોર્ટમાં અપીલ થઈ શકશે નહીં. રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ રહેશે અને આ નિયમ CRPCનું સ્થાન લેશે. વધુમાં નવા બિલની કલમ 473માં તે પણ જણાવવામાં આવ્યું છે કે, એક કરતાં વધુ આરોપીને ફાંસીની સજા થઈ હોય ત્યારે આરોપીઓ દ્વારા એકા સાથે સજા માફી અંગેની અરજી કરવાને બદલે વારાફરથી અરજી કરવામાં આવે છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિનો નિર્ણય વિલંબમાં પડે છે. નવા 473ના બિલ પ્રમાણે એક કરતાં વધુ આરોપીઓએ પોતાની અરજીઓ એકસાથે કરવાની રહેશે.

કોઈ આરોપીઓ દ્વારા એકસાથે અરજી કરવામાં ન આવે, ત્યારે જેલ સુપરિટેન્ડેન્ટે આરોપીઓ પાસેથી કેસને લાગતાં તમામ કાગળ એકઠા કરી 60 દિવસની અંદર રાજ્યપાલને મોકલી આપવાના રહેશે. જેથી રાષ્ટ્રપતિ દ્વારા તમામ અરજીઓનો એકસાથે નિકાલ કરી શકાય. જો કે, રાષ્ટ્રપતિ કેટલા દિવસમાં અંતિમ નિર્ણય લઈ શકે તે અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ નિર્ભયા કેસમાં પણ ચાર આરોપીઓ દ્વારા રાષ્ટ્રપતિને સજા માફી માટે અલગ-અલગ સમયે અરજીઓ કરવામાં આવી હતી. જો કે રાષ્ટ્રપતિ દ્વારા સજા માફી અંગેની અરજી ફગાવી દેવામાં આવતા નિર્ભયા કેસના આરોપીઓને એકસાથે ફાંસી આપવામાં આવી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular