Friday, December 1, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી CNCD ટીમ પર પશુ માલિકોએ લાકડીઓ વરસાવી

અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી CNCD ટીમ પર પશુ માલિકોએ લાકડીઓ વરસાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોર નિયંત્રણ પોલિસી (stray cattle control act) લાગુ થઈ ગઈ છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા CNCD વિભાગને કરેલા કડક સૂચન બાદ CNDC વિભાગની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે. CNDC વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવા જતા માલધારી અને AMCના અધિકારીઓ વચ્ચે માથાકૂટની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી CNCD ટીમે લાકડી વડે હુમલો થવાની ઘટના સામે આવી છે. ઢોરને ડબ્બા પૂરતા સમયે કર્મચારીઓ પર પશુમાલિકો દ્વારા આવેશમાં આવી લાકડીઓ ફટકારી હતી. જેમાં બે કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે ઢોર પાર્ટી સાથે રહેલા પોલીસકર્મીઓએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMCની CNCD વિભાગની ટીમ રખડતા ઢોરના ત્રાસને અટકાવવા અમદાવાદના વટવા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં કેટલાક ઢોર રસ્તા પર રખડી રહ્યા હતા. ત્યારે રખડતા ઢોરને ડબ્બામાં પૂરવા જતા પશુમાલિકો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં અચાનક ઉશ્કેરાયેલા પશુ માલિકોએ ઢોરને છોડાવવા કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે અફરાતફરીના દૃશ્ય સર્જાયા હતા. આ હુમલાની ઘટનામાં બે CNCDના કર્મચારીને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરના કારણે અવાર-નવાર રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકોને મોતને ભેટવાનો વારો આવતો હોય છે. લોકોના ચિંતાજનક રીતે વધી રહેલા મૃત્યુઆંક પગલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રખડતા ઢોર મામલે ફટકાર લગાવી હતી અને એફિડેવિડ નહીં ગ્રાઉન્ડ પર પરિણામ લાવવા ટકોર કરી હતી. જે બાદ AMC કમિશનર એન થેન્નારસને આ બાબતે ગંભીરતા દાખવી રખડતા ઢોર નિયંત્રણ લાવવા CNCD વિભાગને કડક આદેશ આપ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular