Wednesday, December 11, 2024
HomeGujaratGandhinagarગુજરાત સરકારે વર્ષ 2024માં સરકારી અને બેંકિંગ વિભાગની રજાઓ જાહેર કરી

ગુજરાત સરકારે વર્ષ 2024માં સરકારી અને બેંકિંગ વિભાગની રજાઓ જાહેર કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ દિવાળીના તહેવારો તાજેતરમાં પૂર્ણ થયા છે. દિવાળી બાદ ગુજરાતી કેલન્ડર પ્રમાણે નવુ વર્ષ શરૂ થતું હોય છે. જોકે વર્ષ 2023ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આગામી વર્ષને લઈને ગુજરાત સરકારે જાહેર રજાનું લિસ્ટ જાહેર કર્યું છે. સરકારી કચેરી અને બેંક માટે વર્ષ 2024ની રજાઓ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024ના જાહેર રજા લિસ્ટ અનુસાર સરકારી કર્મચારીઓને કુલ 73 દિવસની રજાઓ મળશે.

ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર રજા અને મરજિયાત રજાઓ 2024નું લિસ્ટ જાહેર કરવામાં આવું છે. વર્ષ 2024માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નવા વર્ષમાં રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 4 રજાઓ રવિવારે આવતી હોવાથી લિસ્ટમાં સામેલ કરવામાં આવી નથી. જાહેર રજાઓ સિવાય મરજિયાત રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. 41 મરજિયાત રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 7 મરજિયાત રજાઓ રવિવારે આવી રહી છે. આમ વર્ષ 2024માં સરકારી કર્મીઓને કુલ 73 રજાઓ મળશે.

- Advertisement -

2024 વર્ષમાં આવતી જાહેર રજાઓની વાત કરીએ તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, ધુળેટી, ગુડ ફ્રાઈડે, રમજાન ઈદ, રામ નવમી, ભગવાન પરશુરામ જયંતિ, બકરી ઈદ, મહોરમ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ઈદ-એ-મિલાદુ-નબ્બી, મહાત્મા ગાંધી જન્મ જયંતી, દશેરા, દિવાળી, નૂતન વર્ષ, ગુરુનાનક જયંતી, નાતાલની જાહેર રજા રહેશે.રાજ્ય સરકારે જાહેર કરેલી રજા અનુસાર રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular