નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતની શાળાઓમાં (School of Gujarat) હવેથી બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા (Gujarat Vidhansabha) માં રજૂ કરશે અને જે શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવામાં નહીં આવે તેને દંડ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ભાષાને બચાવવા માટે માગ ઉઠી રહી છે.
ગુજરાતની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી, જેને કારણે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં થયેલી જાહેર હિતની અરજીમાં 23 જેટલી શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવતી ન હોવાનું સામે આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેને ધ્યાનમાં લઈને આવતી કાલથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવા બાબતનું બિલ 28 ફેબ્રુઆરીએ રજૂ કરશે.
ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવા બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ 28 તારીખે આવશે. આગામી સમયમાં ધોરણ 1-8માં ગુજરાતી ભાષા ફરજીયાત કરવામાં આવશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને 2 વાર દંડ કરીને સજા કરવામાં આવશે. આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આવતી કાલથી વિધાનસભા સત્રનું મળશે. જેમાં 27 ફેબ્રુઆરીએ ઇમફેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે, 28 ફેબ્રુઆરીએ ધોરણ 1 થી 8 માટે ગુજરાતી ભાષા ફરજિયાતનું બિલ આવશે. 7 માર્ચે 2 બેઠક અને સવારનું એક સત્ર રાખવામાં આવ્યું છે.
તેમણે ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવતા બિલ વિશે વધુમાં જણાવ્યું કે, ધોરણ ૧ થી૮માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ બિલ લાવવામા આવશે. કાલથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં ગુજરાતી ભાષા, પેપર લીક સંદર્ભે અને ઈમ્પેક્ટ ફી બિલ એમ કુલ ત્રણ બિલ રજૂ કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








