Monday, April 20, 2026
HomeGujarat156ની સરકારમાં ન્યાય નથી મળતો! ડૉ. ચગ સુસાઈડ કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલી...

156ની સરકારમાં ન્યાય નથી મળતો! ડૉ. ચગ સુસાઈડ કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલી વધી શકે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval Dr. Atul Chag suicide case Update : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે ભરોસાની ભાજપ અને કાયદો અને સુરક્ષાની વ્યવસ્થાના નામે ખુબ પ્રચાર કર્યો હતો. ત્યારે વેરાવળના ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસ (Dr Atul Chag Suicide Case) નો ગુનો હજૂ સુધી નોંધાયો નથી. મહત્વની વાત છે કે ડૉ. ચગની સુસાઈડ નોટના આધારે પરિવારે અતુલ ચગની મોતના જવાબદાર ભાજપના સાંસદ અને તેમના પિતાને ગણાવ્યા છે. ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમા (BJP MP Rajesh Chudasama) અને તેમના પિતા નારણ ચૂડાસમા વિરૂધ્ધ પોલીસ કાર્યવાહીની માગણી સાથે પરિવાર અને સામાજિક આગેવાનો રજૂઆતો કરતા ફરી રહ્યા છે ત્યારે ભરોસાની ભાજપ સરકાર પર સવાલો પેદા થઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ આ મામલે રજૂઆત કરતા ‘156ની સરકારમાં પરિવારને ન્યાય નથી મળતો’ તેવો આક્ષેપ કર્યો હતો.

સુસાઈડ નોટ

ગીર સોમનાથના વેરાવળમાં ખ્યાતનામ ડૉ. અતુલ ચગની આત્મહત્યા બાદ મળેલી સુસાઈડ નોટે હડકંપ મચાવી દીધો હતો. આ સુસાઈડ નોટમાં તેમણે રાજેશ ચૂડાસમા અને નારણભાઈના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવતા ભાજપના સાંસદ અને તેના પિતાની મુશ્કેલી વધી હતી. પરંતુ આ મામલે આજદીન સુધી પોલીસે ગુનો નોંધી કોઈ કાર્યવાહી નહીં કરતા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનોએ ઘણા સ્થળો પર આવેદન પત્ર પાઠવી કાર્યવાહી માગણી કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ગતરોજ વેરાવળના પ્રાંત અધિકારીને આવેદન પાઠવી આક્ષેપ કર્યો હતો કે ડૉ. ચગની સુસાઈડ નોટમાં ભાજપ સાંસદનું નામ છે માટે પોલીસ ફરિયાદ દાખલ થતી નથી. અમે પીડિત પરિવાર સાથે છીએ અને તેમને ન્યાય મળે માટે લડત ચલાવતા રહીશું. સાથે જ તેમણે સુત્રોચ્ચાર કર્યા હતા કે “156ની સરકારમાં ન્યાય નથી મળતો.”

- Advertisement -

મહત્વની વાત છે કે ડૉ. અતુલ ચગની આત્મહત્યાના દિવસો વીતી ગયા બાદ પણ પોલીસ કાર્યવાહી થઈ નથી. ત્યારે ડૉ. અતુલ ચગના પુત્રએ પણ પોલીસને ફરિયાદ આપી ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ ચૂડાસમા વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા વિવિધ સ્થળો પર લોહાણા સંગઠનો દ્વારા કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ મામલે સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં નજીકના સમયમાં ભાજપના સાંસદની મુશ્કેલી વધી શકે છે. હાલ સુત્રો જણાવે છે કે પોલીસ એફ.એસ.એલ. રિપોર્ટની રાહે કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી છે.

(અહેવાલ: પરાગ સંગતાણી. વેરાવળ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular