નવજીવન ન્યૂઝ. સુરતઃ રાજ્યમાં અનેકવાર એરપોર્ટ પર દાણચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. મોટા ભાગે એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરત એરપોર્ટ (Surat Airport) પરથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર લાખો રૂપિયાના બિનવારસી સોનાના બીસ્કીટ (Gold Biscuits) મળી આવ્યા છે. જોકે આ સોનું કોણ અને ક્યાંથી લઈને આવ્યું છે તેની જાણકારી હજી સુધી મળી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત એરપોર્ટ પર સામાન લઈ જવા માટે વપરાતી લગેજ ટ્રોલીમાં મોબાઈલ ફોનના ફ્લિપ કરવમાં 10 સોનાના બિસ્કિટ બિનવારસી હાલતમાં મળ્યા હતા. આ બનાવની જાણ કોઈ પેસેન્જર દ્વારા કસ્ટમ વિભાગને કરવામાં આવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર આવીને ફ્લિપ કવર અને સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. એરપોર્ટ પર હાજર મુસાફરોની પુછપરછ કરતાં કોઈએ પણ આ સોનાની માલિકીનો દાવો કર્યો ન હતો.
કસ્ટમ વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, ફ્લિપ કવરમાંથી મળેલા 1166 ગ્રામના 10 સોનાના બિસ્કિટ વિદેશમાં તૈયાર કરવામાં આવ્યા હતા. જેની બજાર કિંમર 68 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. વિદેશથી સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ કસ્ટમ વિભાગ દ્વારા મુસાફરની તપાસ કરવામાં આવતી હોય છે. સોનું લાવનાર મુસાફર તપાસમાં પકડાઈ જવાની બીકે સોનાને ટ્રોલીમાં મુકીને એરપોર્ટ બહાર નીકળી ગયા હોવાનું કસ્ટમ વિભાગના અધિકારીઓને આશંકા છે. કસ્ટમ વિભાગે સોનાના બિસ્કિટને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી કાદવ ફૂટવાનું બંધ નથી થતું ! વાંચો શું કામ થાય છે આવું…
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








