નવજીવન ન્યૂઝ. ગાંઘીનગરઃ ગુજરાતમાં એક તરફ ચૂંટણી આવી રહી છે. ત્યારે બીજી બાજુ પડતર માગણીઓને લઈને સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધ પદર્શન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તલાટીકમ મંત્રી દ્વારા પોતાની પડત માગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને હડતાળ પર ઉતરી ગયા હતા. જોકે આજે સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ગુજરાત પોલીસના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તલાટી કમ મંત્રીના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રી દ્વારા પડતર માગણીઓને લઈને છેલ્લા ધણા સમયથી હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ગ્રામીણમાં કામગીરી ખોરવાઈ હતી. અંતે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તલાટી કમ મંત્રી સાથે બેઠક થતાં પડતર માગણીઓને સ્વીકારવાની બાંહેધરી આપવામાં આવી હતી.
તલાટી કમ મંત્રીઓની 5 માગણીઓ પૈકી 4 માગણી સ્વીકારવામાં આવી હતી. ઉપરાંત બાકીની એક માગણી માટે સરકારે કમિટિ રચી તેના રિપોર્ટ બાદ નિર્ણય જણાવ્યું હતું. તલાટી કમ મંત્રીના નવા ભથ્થા મુજબ હવે 3 હજાર મળશે. પહેલા 900 રૂપિયા હતું તે હવે વધારીને 3 હજાર કરી દેવામાં આવ્યું છે. આ ભથ્થું આજથી જ અમલ કરી દેવામાં આવશે.








