Sunday, April 19, 2026
HomeGeneralકોણ મારશે સેન્ચુરી પેટ્રોલ-ડીઝલ કે CNG?, ગુજરાત ગેસે CNGમાં 3 અને PNGમાં...

કોણ મારશે સેન્ચુરી પેટ્રોલ-ડીઝલ કે CNG?, ગુજરાત ગેસે CNGમાં 3 અને PNGમાં 4 રૂપિયાનો વધારો કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ વચ્ચે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અદાણી સીએનજી ગેસ દ્વારા સીએનજીમાં 2 રુપિયાનો વઘારો થયો હતો. ત્યારે આજે ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.



પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા બે દિવસથી ભાવ વધારો થઈ રહ્યો છે. તેવામાં પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી કંટાડીને સીએનજી તરફ વળેલા લોકોને પણ રાહત મળી શકે તેમ નથી. છેલ્લા કેટલાક દિવસોથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે રીતે દિવસેને દિવસે CNGમાં ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતા CNG 100 રુપિયાને પાર જલ્દીથી પહોંચી શકે તેમ છે. અદાણી ગેસનો નવો ભાવ 73.09 રુપિયા થયો છે. છેલ્લા એક વર્ષમાં સીએનજીના ભાવમાં 25 રૂપિયાથી વધુનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

અદાણી ગેસની સરખામણીમાં ગુજરાત ગેસનો ભાવ ઓછો હતો. પરંતુ આજે ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો દીઠ 3 રૂપિયાનો વધારો કરતાં નવો ભાવ 70.53 રૂપિયા થયો છે. જ્યારે પીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરતાં નવો ભાવ 39.05 રૂપિયા થયો છે. ગુજરાત ગેસ દ્વારા પીએનજીમાં 15 ટકા વેટ અલગથી વસૂલ કરવામાં આવે છે. સીએનજીના વધતાં ભાવના કારણે તેની સીધી અસર રિક્ષા ચાલકો પર પડી રહી છે. આગામી સમયમાં રિક્ષા ભાડુંમાં વધારો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular