નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં પાંચ મહિના પહેલા શરૂ થયેલું પોલીસ ગ્રેડ પે આંદોલન મામલો ફરી એકવાર ગરમાયો છે. પોલીસ ગ્રેડ પે મામલે શરૂઆતથી જ સરકાર સામે માગ કરી રહેલા મહિલા પોલીસકર્મી નીલમબેન મકવાણા આમરણ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. જેમને સાબરમતી મહિલા જેલમાં લઈ જવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર ગુજરાતમાં અગાઉ ગ્રેડ પે મામલે પોલીસકર્મી અને તેમના પરિવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે તે સમય દરમિયાન કેટલાક પોલીસકર્મી વિડીયોના મધ્યમથી ગ્રેડ પે મુદ્દાને સમર્થન આપતા હતા. તો કેટલાક પોલીસકર્મીઓ જાહેરમાં આવીને વિરોધ પ્રદર્શન કરતાં હતા. તે દરમિયાન પોલીસ ગ્રેડ પે મામલે નવરંગપુરના પોલીસ સ્ટેશનના મહિલા કોન્સટેબલ નીલમ મકવાણાએ પણ આંદોલનને સપોર્ટ કરતો પોતાનો ફોટો વોટ્સએપ સ્ટેટસમાં રાખ્યો હતો. જો કે મામલો મીડિયામાં બહાર આવતા અધિકારી દ્વારા ફોટો ડિલીટ કારવીને નવરંગપૂરા પોલીસ ગ્રૂપમાંથી પણ નીકાળી દીધા હતા. ત્યાર બાદ તેમની બદલી ભાવનગરમાં કરવામાં આવી હતી. મહિલાકર્મી ફરજ પર હજાર ન થતાં અગાઉ પણ તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ફરી સક્રિય થયું પોલીસ ગ્રેડ પે આંદોલન
સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્ટેબલ નીલમ મકવાણાએ ગઇકાલથી ઉપવાસ આંદોલન પર ઉતરવાના હતા. તેમણે ગાંધીનગર ખાતે પોસ્ટર સાથે દેખાવ કર્યા હતાં અને અખબાર ભવન ખાતે સમગ્ર બાબતે પત્રકાર પરિષદ યોજી મીડિયાને જાણકારી આપી હતી. પરંતુ મહિલા પોલીસકર્મી આમરણ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી અને રાત્રિના સમયે સાબરમતી મહિલા જેલમાં મોકલી આપ્યા હતા. મહિલા પોલીસકર્મીએ જણાવ્યુ હતું કે ગ્રેડ પે મામલે 60 દિવસમાં સરકારે નિર્ણય લેવાની વાત કરી હતી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી આજથી સમગ્ર પોલીસ વતી ઉપવાસ આંદોલન પર ઉતરું છું. આરટીઆઇ કરી વિગત માગી છે પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી.
પોલીસ ગ્રેડપે કમિટી દ્વારા આપેલ સમય ઉપરાંત ૫ મહિના થયા છતાંય સરકારે અમોને આજસુધી જવાબ આપેલ નથી. જેથી હું જ્યાં સુધી ગ્રેડપે નો ન્યાય નહિ આપે ત્યાં સુધી ઉપવાસ પર રહીશ.મને અત્યારે ગાંધીનગર એચ. ક્યુમાં લઇ ગયેલ છે.જ્યાં સુધી હું મારા મોઢેથી ના કહું ત્યાં સુધી મારો ઉપવાસ ચાલુ સમજવો. pic.twitter.com/lmxX3BDQAv
— Nilam Makwana (@NilamMakwana28) March 23, 2022
સરકારે કમિટી બનાવી પણ કોઈ નિવારણ ન આવ્યું
ગુજરાતભરમાં પોલીસ ગ્રેડ પે મામલો ઉગ્ર બનતા મુખ્યમંત્રી, રાજ્ય ગૃહ મંત્રી અને DGPની બેઠક બાદ 28 ઓકટોબરના રોજ પોલીસ ગ્રેડ પે મામલે કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું હતું કે ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકારે એક કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે. ગુજરાતના IGP બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બની હતી. જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરશે. સરકારે કમિટી રચીને 2 મહિનામાં જવાબ આપવાનું કહ્યું હતું. પરંતુ આ વાતને પાંચ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કોઈ યોગ્ય જાહેરાત કરવામાં આવી નથી. જેથી હવે ફરી એકવાર પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયાના મધ્યમનો સહારો લઈ રહ્યા છે.
કોઈ પણ સંજોગો માં હું હાર નહિ માનું
સેન્ટ્રલ જેલ માં પણ ઉપવાસ ચાલુ રહેશે જ… જય હિન્દ pic.twitter.com/huJcEZn3xZ
— Nilam Makwana (@NilamMakwana28) March 23, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











