પ્રશાંત દયાળ- હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ.ભાવનગર): આપણા મનમાં જાણે અજાણે રાજકારણીઓ માટે કડવાશ અને પુર્વગ્રહ હોય છે જેના કારણે અનેક વખત રાજકારણીની જમા બાજુ પણ આપણી નજરની બહાર જતી રહે છે, ભાવનગરમાં આવેલા તાપીબાઈ વિકાસગૃહ અનાથ દિકરીઓને સંભાળ – શિક્ષણ અને સમાજમાં પુનસ્થાપનું કામ વર્ષો કરે છે, આ સંસ્થામાં રહેતી બે દિકરીઓના લગ્ન લેવાનો પ્રસંગ આવ્યો ત્યારે ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમના ભાઈ ડૉ ગીરીશ વાઘાણીએ બંન્ને દિકરીઓના પિતા થઈ તેમના લગ્નની સંપુર્ણ ખર્ચ ઉઠાવવાની સાથે તેમનું કન્યાદાન કરવાનો નિર્ણય કર્યો હતો, ગૂરૂવારના રોજ દિકરીના લગ્ન પહેલા મંડપ મુર્હતની પુજામાં વાધાણી દંપત્તીઓ સાથે બેસી પુજા કરી હતી અને શુક્રવારના રોજ તેઓ કન્યાદાન પણ કરશે.

પત્રકારત્વ પુર્વગ્રહ વગરનું હોવુ જોઈએ જયારે રાજકારણી કે તંત્ર કયાંક ચુક કરે ત્યારે તેમનો કાન પકડવાનું કામ કરે છે ત્યારે જો રાજનેતા કે તંત્ર સારૂ કરે ત્યારે તેમની કદર કરવાની પણ હિમંત કરવી જોઈએ, આવી જ ઘટના ગુજરાતના ભાવનગરમાં બની. ભાવનગરમાં 1962થી તાપી વિકાસગૃહ ચાલે છે, જેમાં અનાથ બાળકોની જવાબદારી ભાવનગરના શ્રેષ્ઠીઓ ઉપાડી રહ્યા છે. જો સંસ્થામાં દિકરો આવે તો પાંચ વર્ષની ઉમંર સુધી તેની જવાબદારી ઉપાડવામાં આવે છે ત્યાર બાદ દિકરાને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે, પરંતુ અનાથ દિકરી આવે તો તેના ઉછેર-શિક્ષણ અને લગ્ન સુધીની જવાબદારી સંસ્થા ઉપાડે છે હમણાં સુધી વિકાસ ગૃહ દ્વારા 123 દિકરીઓના લગ્ન કરાવી તેમને પોતાના સંસારમાં મોકલી આપી છે.

આવી જ બે અનાથ દિકરી પુનમ અને ગુંજનના લગ્નનો સમય આવ્યો ત્યારે મંત્રી જીતુ વાઘાણી અને તેમના ભાઈ ડૉ ગીરીશ વાઘાણીએ આ દિકરીઓને પોતાની દિકરીનો દરજ્જો આપી તેમના લગ્નનો તમામ ખર્ચ આપવાની સાથે માતા પિતા તરીકે દિકરીનું કન્યાદાન કરવાનો નિર્ણય પણ કર્યો હતો, પુનમ અને ગુંજનના લગ્ન તા 27મી મેના રોજ થવાના છે, પણ તે પહેલાની વિધીમાં મંડપ મુખર્તની વિધીમાં વાધાણી દંપત્તી સંસ્થામા આવ્યુ હતું આખી સંસ્થાને લગ્ન માટે શણગારવામાં આવી હતી, વાધાણી પરિવરમાં એવો આનંદ હતો કે જાણે પોતાની જણેલી દિકરીઓને પરણાવી રહ્યા હોય. આખા મામલે કોઈ પ્રસિધ્ધી કરવામાં આવી ન્હોતી, પણ જેમ જુઠ ભલે ચાર પગે દોડતુ હોય અને સત્યની ગતી ધીમી હોય તેમ ધીમા પગલે આ એક સારી ઘટના અમારા સુધી પહોંચી હતી.

અમે માધ્યમ તરીકે જીતુ વાઘાણી અને ગીરીશ વાધાણીના પ્રયાસને બીરદાવી છીએ અને ઈશ્વર તમને આ પ્રકારના કામમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના છે.

અનાથ દિકરીઓના લગ્ન લેવાના હતા, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પિતા બની કરશે કન્યાદાન #bhavnagar #jituvaghani #bjpgujarat pic.twitter.com/erbYsDUocl
— Navajivan News (@NavajivanNews) May 26, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











