Tuesday, August 25, 2026
HomeGeneralBREAKING : સોશિયલ મીડિયામાં હોસ્પિટલ અંગે ટિપ્પણી કરતાં, યુ.એન. મહેતાના RMO કૌશિક...

BREAKING : સોશિયલ મીડિયામાં હોસ્પિટલ અંગે ટિપ્પણી કરતાં, યુ.એન. મહેતાના RMO કૌશિક બારોટની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલને બદનામ કરવાના આરોપમાં RMO કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે. RMO કૌશિક બારોટએ હોસ્પિટલ અને અન્ય લોકોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ કરી હતી. RMO કૌશિક પટેલની વિવાદિત પોસ્ટ અંગેની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમને કરવામાં આવતા આજે સાયબર ક્રાઇમ દ્વારા RMOની ધરપકડ કરવામાં આવી છે.



યુ.એન. મહેતાના RMO સોશિયલ મીડિયા પર હોસ્પિટલ અને અન્ય લોકો અંગે પોસ્ટ કરતાં હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલએ સમગ્ર બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમને કરી હતી. ત્યાર બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. RMO કૌશિક બારોટ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને અપ પ્રચાર કરતો હોવાનું સામે આવ્યું છે. RMOએ છેલ્લા ઘણા સમયથી યુ. એન. મહેતા હોસ્પિટલ અંગે ખરાબ લખાણ લખી તેમજ અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી. RMOની ધરપકડ બાદ સામે આવ્યું છે કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા ઉપરાંત મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર જ ન દેખાય.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular