Saturday, May 2, 2026
HomeGujaratGandhinagarખાખીમાં રિલ્સ બનાવવા પર પ્રતિબંધ, પરિપત્રનો ભંગ કરનારા સામે થશે કાર્યવાહી

ખાખીમાં રિલ્સ બનાવવા પર પ્રતિબંધ, પરિપત્રનો ભંગ કરનારા સામે થશે કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં રિલ્સ બનાવી પોસ્ટ કરાવી એક પ્રકારે ફેશન ચાલી રહી છે. બનાવવામાં આવતી રિલ્સમાં જાહેર જનતાને નુકસાન કરી શકાય તેવા પણ વિડીયો પોસ્ટ કરવામાં આવતા હોય છે. ખાખી પહેરેલી પોલીસ પણ રિલ્સ બનાવવામાં બાકી નથી, ત્યારે રાજ્યના પોલીસ વડાએ (DGP Gujarat) પોલીસ કર્મીઓ (Gujarat Police) માટે યુનિફોર્મ કે યુનિફોર્મ સિવાય પણ રિલ્સ બનાવવા પર પ્રતિબંધ (Ban on Reels) મૂક્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજ્યના પોલીસ વડાએ પોલીસકર્મીઓ દ્વારા બનાવવામાં આવતી રિલ્સ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો છે. સાથે જ ખાનગી વાહનોમાં પોલીસની નેમ પ્લેટ રાખી વિડીયો બનાવવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ વડાએ સોશિયલ મીડિયા અંગેની ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. હવેથી પોલીસકર્મી દ્વારા રિલ્સ બનાવવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જણાવવામાં આવ્યું છે. રિલ્સ બનાવવા પર કડક પ્રતિબંધ મૂકવા છતાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા રિલ્સ બનાવવામાં આવતા 4 PSI તથા 13 કોન્સટેબલ સામે કાર્યવાહી કરવાની વાત પણ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અવાર-નવાર પોલીસકર્મીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતી રિલ્સ બાબતે પોલીસ વડાએ કાર્યવાહીના આદેશ કરવા પડ્યા હતા.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular