Tuesday, July 28, 2026
HomeGeneralBREAKING: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની મોટી જાહેરાત, રાજકારણમાંથી લીધો ટૂંકો બ્રેક

BREAKING: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની મોટી જાહેરાત, રાજકારણમાંથી લીધો ટૂંકો બ્રેક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આજે મોટી જાહેરાત કરી છે. પત્રકાર પરિષદમાં તેમણે થોડા સમય સુધી રાજકારણથી દૂર રહેવા અંગેની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે આજની પત્રકાર પરિષદમાં છેલ્લા બે દિવસથી તેમનો વાઇરલ થઈ રહેલો વિડીયો અંગે સ્પષ્ટતા કરી હતી અને તેમની પત્ની ઉપર અનેક આક્ષેપ કર્યા હતા.



કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ બે દિવસ અગાઉ વાઇરલ થયેલા વિડીયો અંગે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, આ એક રાજકીય ષડયંત્ર છે, મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે, મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. તેણે હંમેશા મારી મિલકતની જ ચિંતા જ કરી છે અને હું ક્યારે મરી જાઉં એની જ એ ચિંતા કરે છે. મને જ્યારે લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એમની સાથે નથી.તેને બસ મારી પ્રોપર્ટીમાં જ રસ છે. ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ પર નામ લીધા વિના ગંભીર આક્ષેપ કર્યા હતા.

વાઇરલ થયેલા વિડીયો અંગે વધુ માં જણાવ્યુ કે, ત્યાં હું યુવતીના ઘરે આઇસ્ક્રીમ ખાવા માટે ગયો હતો તે દરમિયાન આ ટોળું ત્યાં આવી ગયું હતું. જરૂર પડશે તો આ વીડિયો મુદ્દે લીગલ કાર્યવાહી થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. રાજકારણમાં બ્રેક લેવા અંગે જણાવ્યુ કે, થોડા સમય રાજકારણમાંથી બ્રેક લઈને સમાજ માટે કામ કરીશ. હું નાના સમય માટે બ્રેક લઈ રહ્યો છું. 2,4,6 મહિના ટૂંકો બ્રેક હોઇ શકે છે. આ બાબતે મારી હાઈકમાન્ડ સાથે કોઈ વાત થઈ નથી . હું સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવો તે મારો અંગત નિર્ણય છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular