નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 2002 કોમી રમખાણ કેસમાં (2002 Riots Case) મામલે તત્કાલિન મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી)ને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાતના પૂર્વ IPS આર. બી. શ્રીકુમારને (R B Sreekumar) આજે ગુજરાત હાઈકોર્ટએ (Gujarat High Court) જામીન પર મુક્ત કર્યા છે. આર. બી. શ્રીકુમાર દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાઈ હતી. આર. બી. શ્રીકુમાર પર તિસ્તા સેતલવાડનો સાથ આપી દસ્તાવેજમાં છેડછાડ કરી જે તે સમય તત્કાલીન મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી)ને બદનામ કરવાના આરોપ લાગ્યા હતા. જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 25 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં સરકારમાં DGP તરીકે સેવા આપી ચૂકેલા પૂર્વ IPS અધિકારી આર. બી. શ્રીકુમારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, તત્કાલનિ મુખ્યમંત્રીએ નિવાસસ્થાને મળેલી IPS અધિકારીઓની બેઠકમાં 2002ની કોમી રમખાણા દરમિયાન ગુસ્સો લઘુમતી કોમ પર ઠાલવવામાં આવે તેમજ ઉપદ્રવીઓ સામે કોઈ પણ પ્રકારે સખત પગલા ન ભરવા આદેશ કરવામાં આવ્યા હતા. સામેના પક્ષે કહેવામાં આવ્યું હતું કે, આર. બી. શ્રીકુમારનો ઉચ્ચ અધિકારીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી સાથે વ્યક્તિગત વાંધો હતો. જેના પગલે સરકાર તેમજ તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવા તેમણે આક્ષેપ કર્યા હતા અને દસ્તાવેજમાં પણ છેડછાડ કર્યા હતા.
થોડા સમય પહેલા 2002ના કોમી રમખાણના કેસમાં જે તે સમયના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી)ને સુપ્રિમ કોર્ટે ક્લિન ચીટ આપી હતી, જે બાબતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉભા કરાયેલા બનાવટી પુરાવા અને ખોટા સાક્ષીઓ ઉભા કરાવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચે મુંબઈ ખાતેથી તિસ્ત સેતલવાડની ધરપકડ કરી અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછમાં આર. બી. શ્રીકુમારનું નામ પણ ખૂલ્યું હતું. ત્યારે ક્રાઈમ બ્રાંચે પૂર્વ IPS અધિકારી આર. બી. શ્રીકુમારને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ નરેન્દ્ર મોદીને બદનામ કરવાના ષડયંત્રને લઈ ક્રાઈમ બ્રાંચે આર. બી. શ્રીકુમારની ધરપકડ કરી હતી. હાલ તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ હતા, ત્યારે તેમણે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે અરજી પર આજે સુનાવણી કરતા કોર્ટે આર. બી. શ્રીકુમારને મોટી રાહત આપી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








