Monday, June 1, 2026
HomeGujaratRajkotગુજરાત ATSનું ઓપરેશન: આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓને દબોચ્યા

ગુજરાત ATSનું ઓપરેશન: આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Gujarat ATS Operation : ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ રોકવાનું અને તેની સાથે સંકળાયેલા લોકોને પકડવાનું કામ ગુજરાત ATSનું છે. તાજેતરમાં પોરબંદરમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ATS દ્વારા પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે આજે હવે રાજકોટમાંથી (Rajkot) આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ પાસે હથિયાર પણ હોવાનું માનવમાં આવી રહ્યું છે જેની હાલ ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSને કેટલાક દિવસો અગાઉ ચોક્કસ બાતમી મળી હતી કે આતંકી સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકો રાજકોટમાં છે, આ બાતમીના આધારે ગુજરાત ATS દ્વારા છેલ્લા 10 દિવસથી આ આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે ગઇકાલે રાતે ગુજરાત ATS દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ પોલીસને તેમની પાસેથી 1 પિસ્ટલ અને 10 કારતૂસ અન મળી આવ્યા છે. હજુ વધારે હથિયારો આ આતંકીઓ પાસે છે કે નહીં તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ આ ત્રણેય વ્યક્તિઓ પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય આરોપીઓ ગુજરાતમાં શું કરવા આવ્યા હતા અને રાજકોટમાં શું કરી રહ્યા હતા તે અંગે પણ હાલ ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular