નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટમાં એક યુવકે ધાર્મિક પોસ્ટ મુક્તા જ અન્ય ધર્મના યુવકે પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતું. જો કે યુવકને સમાધાનના બહાને બોલાવીને હુમલો કરવામાં આવ્યો છે. જો કે આજ સવારથી જ ધંધુકા હત્યા કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તીરે રાજકોટમાં પણ ધંધુકા જેવો બાનવ બનતા રહી ગયો છે.
પ્રાપ્ત માહિત અનુસાર, રાજકોટમાં વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જેને લઈને ઇરશાદ સંધી નામના યુવકે પોસ્ટ ડિલીટ કરવા માટે ગાળો આપીને ધમકી આપી હતી. જો કે એટલાથી મન ન ભરાયું તો વિનયને સમાધાન માટે બોલાવીને 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. વિનય સાથે રહેલ અન્ય ચાર જણાને હુમલાની ગંધ આવી જતાં ઘટના સ્થળથી નાસી ગયા હતા.
સમગ્ર બાબતે વિનય સહિતનાઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. જેમાં કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં ભગવાન કૃષ્ણની પોસ્ટ મૂકી હતી. ત્યાર બાદ ઇરશાદ નામના અજાણ્યા યુવકે ગાળો આપી પોસ્ટ ડિલીટ કરવા જણાવ્યું હતું અને પોસ્ટ ડિલીટ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા શાંતિ અને સુલેહ જળવાઇ રહે તે માટે સમાજના અગ્રણી દ્વારા શાંતિસમિતિની બેઠક કરવામાં આવી છે. એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અગ્રણીઓ જોડે વાતચીત કરવામાં આવશે.
રાજકોટ: સોશિયલ મીડિયા પર પોસ્ટ મામલે વિવાદ, 25નું ટોળું 5 યુવક પર ફરી વળ્યું CCTV#RajkotCrimeNews #SocialMedia #Post #Gujarat pic.twitter.com/yR68eyMcAo
— Navajivan News (@NavajivanNews) January 29, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












