Tuesday, May 26, 2026
HomeGeneralકચ્છ: સાત પાકિસ્તાનીઓની ધરપકડ અંગે ATSનો ખુલાસો, કોસ્ટગાર્ડને જોઈને ડ્રગ્સનાં પેકેટ દરિયામાં...

કચ્છ: સાત પાકિસ્તાનીઓની ધરપકડ અંગે ATSનો ખુલાસો, કોસ્ટગાર્ડને જોઈને ડ્રગ્સનાં પેકેટ દરિયામાં ફેંકી દીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતના દરિયાકાંઠે થોડા દિવસો પહેલા એક બોટમાં સાત પાકિસ્તાનીઓની ધરપકડના મામલામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ મોટો ખુલાસો કર્યો છે. ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ માદક દ્રવ્યોની દાણચોરી કરવાનો ઇરાદો ધરાવતા હતા પરંતુ ATS ટીમને જોતા જ તેઓ ડરી ગયા અને ડ્રગ્સ ભરેલી બે બેગ દરિયામાં ફેંકી દીધી. જો કે આ ડ્રગ્સ ક્યાંથી લાગ્યા હતા, ક્યાં મોકલવાનો હતો, કોણ લેવા આવવાનું હતું તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.



ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડએ 31 મેના રોજ ગુરુવારે કચ્છમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટમાંથી સાત પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. અલ નુમાન નામની બોટને પછી દેવભૂમિ દ્વારકાના ઓખા કિનારે લઈ જવામાં આવી હતી, જ્યાં ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર તે દરમિયાન બોટમાંથી કોઈ નશો મળ્યો નથી. આરોપીઓના 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત ATS અધિકારીઓએ શુક્રવારે દાવો કર્યો હતો કે આરોપીઓ કથિત રીતે બોટમાં માદક દ્રવ્યોની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ધરપકડ કરાયેલા સાત લોકોની ઓળખ મોહમ્મદ અકરમ બલોચ, ઝુબેર બલોચ, ઈશાક બલોચ, શહીદ અલી બલોચ, અશરફ બલોચ, શોએબ બલોચ અને શહજાદ બલોચ તરીકે કરવામાં આવી છે. એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાત પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનના બલૂચ પ્રાંતના ગ્વાદર બંદરેથી અલ-નૌમાન નામની બોટમાં રવાના થયા હતા. દરિયામાં ફેંકાયેલું ડ્રગ્સ મોજામાં તણાઈને કચ્છના દરિયા કાંઠે જ આવી રહ્યું છે. અત્યારસુધી આવા 1500 થી વધુ પેકેટ એજન્સીઓને મળ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular