Saturday, August 1, 2026
HomeGeneralધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: સૌથી વધુ ડાંગ અને સૌથી ઓછું...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: સૌથી વધુ ડાંગ અને સૌથી ઓછું વડોદરાનું પરિણામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ આજે સવારે 8 વાગે જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12નું 86.91 ટકા પરિણામ આવ્યું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરાનું 76.49 % આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.



ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 % પરિણામ આવ્યું છે. 1064 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. છાપી, સુબીર, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લાવનારૂ કેન્દ્ર ડભોઈ છે. જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ સામે આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે. વેબસાઈટ GSEB.ORG પર પરિણામ કરાયું જાહેર કરવામાં આવ્યું છે.

મહામારીમાં સતત 2 વર્ષથી શાળાઓ બંધ રહેતા માસ પ્રમોશન આપવાના કારણે વિદ્યાર્થીઓનો પાયો નબળો જોવા મળ્યો છે. માસ પ્રમોશનના લીધે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. રાજ્યમાં ધો-9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 13 જૂન શાળા શરૂ થયા બાદ ધો 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. વિધાર્થીઓના અભ્યાસ પર અસર પડતા નિર્ણય લેવાયો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular