Tuesday, August 18, 2026
HomeGujaratગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો તાજ મળ્યો શંકર ચૌધરીને, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ...

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો તાજ મળ્યો શંકર ચૌધરીને, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ જાહેર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022 (Gujarat VidhanSabha 2022) ની ચૂંટણીમાં ભાજપએ તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. ગુજરાતમાં ફરીવાર સરકાર બનાવવા માટે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સોમવારે મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓએ શપથ લીધા હતા. જોકે તમામ મંત્રીઓને તે જ દિવસે ખાતા ફાળવી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી (Shankar Chaudhary) અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ (Jetha Bharwad) ના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન થરાદમાં કેન્દ્રીચ ગૃહમંત્રી અમિત શાહએ શંકર ચૌધરીના સંર્થનમાં જાહેરસભા સંબોધી હતી તે દરમિયાન તેમણે જાહેરમંચથી કહ્યું હતું કે, “શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો,અમે તેમને મોટું સ્થાન આપીશું.” કેન્દ્રીચ ગૃહમંત્રીની આ જાહેરાત બાદ શંકર ચૌધરીને કોઈક મોટી જવાબદારી મળવાની હોવાનું નક્કી માનવામાં આવતું હતું, પરંતુ મંત્રીમંડળમાં તેમના નામની જાહેરાત ન થતાં અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. ત્યારે આજે તેમનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે જાહેર થયું છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે. જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપરથી વિજેતા રહ્યા હતા. શહેરા બેઠક ઉપરથી જેઠા ભરવાડ 47,281 વોટ મળ્યા હતા. જ્યારે શંકર ચૌધરી થરાદ બેઠક પરથી વિજેતા થયા હતા. શંકર ચૌધરી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે અને સહકારી આગેવાન છે. તેમણે પ્રથમ વખત 27 વર્ષની ઉંમરે વર્ષ 1997માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. રાધનપુર બેઠક પરથી વર્ષ 1998માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શંકર ચૌધરી વર્ષ 2014માં રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular