નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરા હાઈવે પર અવાર-નાવાર અકસ્માતના બનાવો જોવા મળતા હોય છે. જેમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-હાલોલ હાઈવે પર થયો છે. હાઈવે પર કન્ટેનરની પાછળ એક SUV કાર ઘુસી જતાં કારના કચરઘાણ નીકળી ગયા હતા. ટક્કર એટલી જબરજસ્ત હતી કે કારને બહાર કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતના બનાવમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા-હાલોલ હાઈવે પર વડોદરા તરફ જવાના રસ્તે સુરત પાસીંગની એક SUV કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ બનાવ વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે બન્યો હતો. મુળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયો હતો, ત્યાર બાદ પરત ફરતી વખતે પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન જરોદ ગામ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માતના સમયે ટ્રક રોડની સાઈડમાં ઊભો હતો આ દરમિયાન કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, અકસ્માત થતાં કારમાં સવાર આઠ વર્ષના બાળક સહિત ચારના મોત થયાં છે, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને NDRF ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








