Friday, May 1, 2026
HomeGujaratગુજરાત ચૂંટણીઃ એક કલાકમાં 5% મતદાન, ગાંધીનગર સૌથી આગળ

ગુજરાત ચૂંટણીઃ એક કલાકમાં 5% મતદાન, ગાંધીનગર સૌથી આગળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના (Gujarat Election 2022) બીજા તબક્કાના મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. આજે ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન શરૂ થતા જ અનેક વિસ્તારોના મતદાન કેન્દ્ર પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટર્નઆઉટ એપના આંકડા અનુસાર મતદાનના શરૂઆતના એક કલાકમાં જ 5% મતદાન થઈ ગયુ છે. જ્યારે સૌથી વધુ 7.05% મતદાન ગાંધીનગરમાં થયું છે અને સૌથી ઓછુ 3.76% મતદાન મહિસાગરમાં થયું છે.

પ્રધાનમંત્રીએ કર્યું મતદાન

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે આજે PM નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતુ. જ્યારે તેમના માતા હીરાબા ગાંધીનગરથી મતદાન કરશે.

શરૂઆતમાં જ EVM ખરાબ થયા

જોકે આજે મતદાનના દિવસે અનેક જગ્યાએ EVM મશીન ખરાબ થયા છે. અમદાવાદના નારણપુરામાં અને ખોખરામાં, વડોદરાના પાદરામાં, મોડાસાના સીકામાં, અરવલ્લીના મોડાસામાં, બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં, ખાનપુરના બાકોરમાં, દેવગઢ બારિયાના ફૂલપુરામાં, સાવલીના ટુંડામાં EVM ખોટવાયા છે. જેના કારણે કેટલીક જગ્યાએ મતદાન શરૂ થવામાં વિલંબ થતા મતદારોએ ચાલતી પકડી લીધી હતી. EVM ખરાબ થતા ટેકનિશયનની ટીમ કામે લાગી છે.

- Advertisement -

ક્યાં કેટલા ટકા મતદાન

બીજા તબક્કાના મતદાનની વાત કરીએ તો મતદાન શરૂ થયાના એક કલાકમાં અમદાવાદમાં 4.20%, આણંદમાં 4.92%, અરવલ્લીમાં 4.99%, બનાસકાંઠામાં 5.36%, છોટાઉદેપુરમાં 4.54%, દાહોદમાં 4.35%, ગાંધીનગરમાં 7.05%, ખેડામાં 4.50%, મહેસાણામાં 3.76%, પંચમહાલમાં 4.06%, પાટણમાં 4.34%, સાબરકાંઠામાં 5.26% અને વડોદરામાં 4.68% મતદાન થયું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular