Monday, August 17, 2026
HomeGujaratગુજરાત ચૂંટણીઃ શરૂઆતના ત્રણ કલાકમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં, સરેરાશ 19.17 મતદાન

ગુજરાત ચૂંટણીઃ શરૂઆતના ત્રણ કલાકમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં, સરેરાશ 19.17 મતદાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) બીજા તબક્કાના મતદાનને ત્રણ કલાક વિતી ગયા છે. ત્યારે બીજા તબક્કામાં સરેરાશ 19.17% મતદાન નોંધાયું છે. પહેલા એક કલાકમાં એટલે કે 9 વાગ્યા સુધીમાં ઓછું મતદાન નોંધાયું હતું. જોકે સમય જતાં મતદાનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની જેમ જ અન્ય વિસ્તારોની તુલનામાં આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે.

11 વગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન

બીજા તબક્કાના મતદાનના 11 વાગ્યા સુધામાં સૌથી વધુ મતદાન છોટાઉદેપુરમાં સામે આવ્યું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયુ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં મતદાનની શરૂઆતના ત્રણ કલાકમાં ઓછું મતદાન થતાં ઉમેદવારો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં 16.95%, આણંદમાં 20.38%, અરવલ્લીમાં 20.83%, બનાસકાંઠામાં 21.03%, છોટાઉદેપુરમાં 23.35%, દાહોદમાં 17.83%, ગાંધીનગરમાં 20.39%, ખેડામાં 19.63%, મહેસાણામાં 20.66%, મહીસાગરમાં 17.06, પંચમહાલમાં 18.74%, પાટણમાં 18.18%, સાબરકાંઠામાં 22.18% અને વડોદરામાં 18.77% મતદાન થયું છે.

- Advertisement -

અમદવાદ શહેરની બેઠકો પર કેટલું મતદાન

અમદાવાદમાં વિધાનસભાની બેઠક પર નજર કરીએ.

  • અમરાઈવાડી 14.89%
  • અસારવા 16.48%
  • બાપુનગર 16.70%
  • દાણીલીમડા 15.02%
  • દરિયાપુર 16.35%
  • દસક્રોઈ 21.16%
  • ધંધુકા 16.23%
  • ધોળકા 19.50%
  • એલિસબ્રિજ 12.64%
  • ધાટલોડીયા 18.73%
  • જમાલપુર-ખાડીયા 14.28%
  • મણીનગર 17.59%
  • નારણપુરા 17.46%
  • નરોડા 14.95%
  • નીકોલ 14.60%
  • સાબરમતી 17.20%
  • સાણંદ 21.38%
  • ઠક્કરબાપાનગર 15.87%
  • વટવા 13.80%
  • વેજલપુર 17.45%
  • વીરમગામ 20.78% માં મતદાન નોંધાયુ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular