નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રિય મંત્રીઓઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. PM મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ તાજેતર જ ગુજરાતની મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રિય મંત્રીઓની ગુજરાતમાં ગતિવિધિ વધતાં ગુજરાત વિધાનસભાની છૂટની વહેલી યોજાયાઈ શકવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગાંધીનગરના કોબા ખાતે આવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા હોદેદારો સાથે બેઠક કરશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કાર્યકર્તાઓને કહ્યુ હતું, સવારમાં વહેલી સવારે અહી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા, તેવુ બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. અમારી પાર્ટી સાથે કોઈએ મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષની તપસ્યા લાગશે. 1952 થી 2022 સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. આ સ્વાગત મારુ નથી ભાજપના વિચારોનું છે. એરપોર્ટ ખાતે સભા સંબોધન બાદ જે.પી.નડ્ડા ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ત્યાંથી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. જ્યાં તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહેશે. ત્યાર બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર કાર્યકરોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વડોદરા જવા માટે રવાના થશે અને વડોદરા પછી સાંજે ગાંધીનગર પરત ફરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











