નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સોના-ચાંદીનો વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. નરોડામાં જ્વેલર્સની દુકાન પર દાગીના ગીરવે મૂક્વા આવેલી યુવતી દ્વારા વેપારી સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી વેપારી પાસેથી 9.55 લાખ રૂપિયા પાડવી લીધા હતા.
માહિતી અનુસાર, અમદાવાદમાં નરોડા રોડ પર વેપારીની જ્વેલર્સની દુકાન આવેલી છે. જ્વેલર્સની દુકાનમાં અંજલી ત્રિવેદી નામની એક મહિલા આવી હતી. તે ગાંધીનગરમાં રહેતી હોવાનું કહીને લીટલ ચાઈલ્ડ્સ સ્કૂલમાં શિક્ષિકા હોવાનું જણાવ્યું હતું. અંજલીએ પૈસાની જરૂર હોવાથી કાનમાં પહેરવાની કડીઓ ગીરવે મૂકી હતી. અંજલી એક મિહના બાદ ફરી જ્વેલર્સની દુકાને આવીને કહ્યું મારે પૈસાની જરૂર છે, મને બીજા સાત હજાર રૂપિયા આપો હું તમને મારો પગાર થશે એટલે તરત આપી દઈશ. જેથી વેપારીએ પૈસા આપીને અંજલીનો મોબાઈલ નંબર લઇ લીધો હતો. બંને વચ્ચે વાતચીત થતાં મિત્રતા થઇ ગઈ હતી અને ત્યાર બાદ અંજલી અવાર-નવાર જ્વેલર્સની દુકાને આવતી હતી. વેપારી અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ શરૂ થઈ ગયો હતો.
જ્વેલર્સના દુકાનદારને થોડા દિવસ બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. વેપારી અને અંજલી હોટેલમાં રોકાયા તે અંગે વાતચીત કરીને, વોટ્સ એપ પર અંજલી અને વેપારીના ફોટોસ મોકલીને મેસેજ કર્યો હતો કે, 6 લાખ રૂપિયા હું કહું ત્યાં મોકલવી દે નહિતર આ ફોટોસ તારી પત્નીને મોકલીસ અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી નાખીસ. અજાણ્યા નંબર પરથી ધમકી મળતા વેપારી ગભરાઈ ગયો અને રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ ફરી અંજલી દુકાને આવીને 1.20 લાખ ઉછીના લઈ ગઈ હતી. અચાનક એક દિવસ અંજલી દુકાન આવીને કહ્યું કે હું પ્રેગ્નેટ છું તેમ કહી 50 હજાર માગતા વેપારી આપી દીધા હતા. અંજલીએ વેપારીને ધમકી આપી હતી કે, મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઇશ અને ખોટા કેસમાં ફસાઈ દઇશ. હનીટ્રેપમાં ટુકડીએ વેપારીને છેતરીને 9.55 લાખ પડાવી લીધા હતા.
વેપારીએ સમગ્ર ઘટના પોતાની પત્નીને કરતાં આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા અંજલી, શહેબાઝ અને ઈકરારને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અંજલી અને શહેબાઝ વચ્ચે છેલ્લા ઘણા સામાથી પ્રેમ સંબંધ હતા, અંજલી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેને બી.એડ કરવા માટે 1.20 લાખની જરૂર હતી, ઉપરાંત અંજલીને ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં 14થી 15 લાખનું દેવું થઈ ગયું હતું, જેથી અંજલીએ શહેબાસ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું, શહેબાઝે આ ષડયંત્રમાં પોતાના મિત્ર ઈકરારને સામેલ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











