Monday, September 9, 2024
HomeGujaratમને જીતાવશો તો ટોપલામાં દારૂ વેચવા દઈશ છુપાઈને વેચવાની જરૂર નથી: BJPના...

મને જીતાવશો તો ટોપલામાં દારૂ વેચવા દઈશ છુપાઈને વેચવાની જરૂર નથી: BJPના ઉમેદવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવતા હવે નેતાઓ પણ ભાન ભૂલી રહ્યા હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. નેતાઓ દ્વારા વિવાદીત નિવેદનો કરી પ્રજાને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ચૂંટણીમાં જીતવા માટે નેતાઓ પ્રજાને એવા-એવા લોલીપોપ આપી રહ્યા છે કે કોઈ ને ગળે પણ ન ઉતરે. આવું જ કંઈક બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે. દાંતા બેઠકના (Danta BJP Candidate Laghu Pargi) ભાજપના ઉમેદવારે પ્રચાર દરમિયાન દારૂ બાબતે વિવાદીત નિવેદન આપ્યું છે. જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી અલમમાં છે જે સૌ કોઈ લોકો જાણે છે. ગુજરાતમાં કોઈ જગ્યાએ દારૂ નથી મળતો હોવાનો સરકાર દાવો કરતી હોય છે. ત્યારે ભાજપના જ ઉમેદવાર દ્વારા દારૂ વેચવા બાબતે જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે. હાલ આ નેતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રચાર કરવા નીકળેલા ઉમેદવાર લાલુ પારઘી મતદારોને આકર્ષવા અંગે કહી રહ્યા છે કે, કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે, અને મારી બહેનો સંતાડીને દારૂ વેચે છે, પણ તમે ચિંતા ન કરો હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ, તમારે ટોપલામાં દારૂ વેચવાનો છે.

- Advertisement -

ભાજપના ઉમેદવાર કદાચ ભૂલી ગયા કે આ ગુજરાતની ધરતી છે રાજસ્થાનની નહીં. હાલ આ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ગુજરાતમાં દારૂબંધી અને તેની અમલવારીને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા ગુજરાત અને રાજસ્થાનની બોર્ડકે આવેલો જિલ્લો છે, અને અહીંથી અવાર-નવાર દારૂનો જથ્થો ઝડપાયો રહે છે. તેવામાં આવા નેતા દ્વારા આ પ્રકારના નિવેદનથી દારૂનો ધંધો કરનારોઓને છુટો દોર મળશે કે શું તે હવે જોવાનું રહ્યું.

જુઓ વાયરલ વીડિયો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular