Friday, September 22, 2023
HomeGujaratAAPની સભામાં કાંકરીચાળો થતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, 27 વર્ષમાં કામ કર્યું હોત...

AAPની સભામાં કાંકરીચાળો થતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, 27 વર્ષમાં કામ કર્યું હોત તો પથ્થર ન મારવા પડતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં તમામ બેઠક પર પ્રથમ વાર મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી (AAP) પણ કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપવા જોરશોરથી પ્રચારમાં ઉતરી છે. ત્યારે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપના કાર્યક્રમમાં વિવાદ સર્જાઈ રહ્યો છે. ગઈકાલ ગોપાલ ઇટાલિયાની સભામાં કાંકરીચાળો થતાં હોબાળો મચ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બને તો નવાઈ નહીં, કારણ કે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રાજકીય પક્ષના પ્રચાર દરમિયાન મારામારી, તંત્ર અને પોલીસ સાથે ઘર્ષણ, બે પક્ષના કાર્યકરો સામ-સામે આવી જવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગઈકાલે આપની સભા દરમિયાન પથ્થર ફેંકાતા એક નાના છોકરાને ઈજા થઈ હતી. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતાર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપ અને આપ વચ્ચે જંગ ચાલી રહ્યો છે.

- Advertisement -

સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે ગઈકાલ મોડીરાત્રે કતારગામ બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જાહેરસભા યોજાયી હતી. આ દરમિયાન તોફાની તત્વોએ સભામાં પથ્થરો માર્યા હતા. આ બનાવમાં સભામાં હાજર 14 વર્ષનો બાળક હર્ષ ગોહિલને પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. પથ્થરમારાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી, પરંતું પથ્થર કોણે માર્યો તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી. કતારગામના પોલીસ ઈન્સપેક્ટરના જણાવ્યા અનુસાર, સભામાં કોઈકે પથ્થર મારતા એક બાળકને વાગ્યો હતો, પરંતુ તે કોણે માર્યો તેની તપાસ કરી રહ્યા છે.

સમગ્ર બનાવ અંગે ગોપાલ ઇટાલિયાએ (gopal Italia) ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કતારગામ વિધાનસભાની ચૂંટણી હારવાના ડરથી ભાજપના ગુંડાઓએ આજે મારી જાહેર સભા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે એક નાનું બાળક ઘાયલ થયું હતું. જો તેમણે 27 વર્ષમાં થોડું કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પથ્થર ફેંકવા ન પડતા. ભાજપના પથ્થરબાજોને જનતા સાવરણીથી જવાબ આપશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular