નવજીવન ન્યૂઝ. પોરબંદરઃ ગુજરાતની ચૂંટણીમાં કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસની સાથે જવાનોની ફોજ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પોરબંદરમાં જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતુ. જવાનોનો ઝઘડો ઉગ્ર બનતા ફાયરિંગ થયા હતા. આ ફાયરિંગના બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, પોરબંદરમાં નવી બંદર ખાતેના સાયક્લોન સેન્ટરમાં ગઈકાલ રાત્રે IRB(ઈન્ડિયન રિઝર્વ બટાલિન)ના જવાનો બાખડ્યા હતા. બોલાચાલીથી શરૂ થયો ઝઘડો ઉગ્ર બનતા જવાનો વચ્ચે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગના બનાવમાં બે જવાનોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે તાત્કાલિક ભાવસિંહજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ફાયરિંગના અવાજથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે જવાનોના ઝઘડા પાછળનું કારણ હજી શું હતું તે જાહેર કર્યું નથી. પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી માટે જે CAPFની બટાલિયન આવી હતી, તેમાં ગઈકાલે સાંજે 7 વાગે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બેના મોત નિપજ્યા છે અને બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. હાલ સમગ્ર મામલો કંટ્રોલમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે લોકોની સુરક્ષા કરવા માટે આવેલી જવાનોની ફોજમાં જ બોલાચાલી દરમિયાન ફાયરિંગ થાય તો લોકોની સલામતી કેવી રીતે આવા જવાનોના હાથમાં કેટલી સુરક્ષીત ગણી શકાય ?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796