નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં રોજ-બરોજ પતિ-પત્નીના ઝઘડાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્ની પર અવારનવાર શંકા કરતો હોવાથી ઝઘડા થતાં હતા. બે પક્ષ વચ્ચે થઈ રહેલા ઝઘડાને થાળે પાડવા માટે ગયેલા એક રાહદારીને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.
માહિતી અનુસાર, ત્રણ વર્ષ અગાઉ અર્શિલ ખોખર અને સાનિયા ખોખર (Sania Khokhar)ના લગ્ન થતાં હતા. પરંતુ પતિ અર્શીલ ખોખર અવારનવાર પોતાની પત્ની પર શંકા કરતો હતો. જેના કારણે બને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ગઇકાલે સાનિયા અજમેર શરીફથી પોતાના પિયરીયાઓ સાથે રાજકોટ પરત ફરી હતી. સાનિયા પોતાના સાસરે ગઈ હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરીને કહ્યું હતું કે તું એક જતી રહીશ તો તારી જગ્યાએ બીજી ચાર આવી જશે. ઝઘડા બાદ સાનિયા પોતાના મામાના ઘરે પહોંચી ગઈ હતી.

સમગ્ર ઘટના અંગે તેના મામાને જાણ કરતાં મામા જાહિદભાઈ અને મામી દિલશાદે સાનિયાના સાસરિયાઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ અર્શિલ ખોખર, અજિલ ખોખર, આરીફ ખોખર, મિનાજબેન ખોખર ઝઘડો કરવા માટે સાનિયાના મામાને ઘરે પહોંચ્યા હતા. આ સમયે સાનિયાના મામી ઘરે એકલી હાજર હોવાથી આરોપીઓએ ઘરમાં આવીને તોડફોડ કરી હતીને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સાનિયાના મામા ઘરે આવી રહ્યા હતા તે દામિયાન સાંઢિયા પુલ પાસે આ ચારેય આરોપીઓ અને જાહિદ શેખ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ સમયે સાનિયાના મામી પણ ત્યાં આવી પહોંચતા આરોપીઓએ તેણીને પણ માર માર્યો હતો. મામલો એટલો વધી ગયો કે અજીલ આરીફભાઈ ખોખરે પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન જીએસટી વિભાગમાં કમિશનરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ દાતી પોતાના બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ઝઘડો જોઈને પોતાનું બાઈક પાર્ક કરી બંને પક્ષો વચ્ચે થઈ રહેલો ઝઘડો થાળે પાડવા પહોંચ્યા હતા. આરોપીએ ફરી ફાયરિંગ કરતા સુભાષભાઈ દાતીને ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત સુભાષભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











