Saturday, May 23, 2026
HomeGujaratઅમદાવાદમાં રાહુલ ગાંધીની સભામાં જંગી મેદની ઉમટી, મહામારીમાં મૃતકોને 4 લાખની સહાયની...

અમદાવાદમાં રાહુલ ગાંધીની સભામાં જંગી મેદની ઉમટી, મહામારીમાં મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ દ્વારા આમદવાદથી રણશિંગુ ફૂંકીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવે તેની કાર્યકર્તાઓ રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે અને એક જંગી સભાને તેમણે સંબોધન કર્યું હતું. રાહુલા ગાંધીની આ સભામાં ગુજરાત કોંગ્રેસના નાના-મોટા તમામ નેતાઓ પણ હાજર રહ્યા હતા તેની સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ આ સભામાં ભાગ લીધો હતો. કોંગ્રેસ દ્વારા આ સભાને ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ નામ આપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતનાં દરેક જિલ્લા અને ગામમાંથી હજારો લોકો અહિયાં એકત્રિત થયા છે, આ લોકો એક વિચારધારા માટે અહિયાં એકત્રિત થયા છે. હું ખૂબ સારી રીતે જાણું છું કે ગુજરાતની જનતા છેલ્લા 25 વર્ષથી શું ભોગવી રહી છે. તમારી આ લડાઈ એક રાજનીતિક પાર્ટી સામે નથી, તમારે સૌથી પહેલા એ સમજવું પડશે કે તમે કોની સામે લડી રહ્યા છો? સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મુર્તિ ભાજપ અને RSSના લોકોએ બનાવી, પણ સરદાર પટેલ કોણ હતા અને તેમણે કોની સામે તેમજ કેમ લડતા હતા તે જાણવું અગત્યનું છે. સરદાર પટેલ માત્ર એક વ્યક્તિ ન હતા, તમે માત્ર તેમના શરીરની મુર્તિ બનાવી છે પણ સરદાર પટેલ માત્ર એક વ્યક્તિ ન હતા. સરદાર ગુજરાત અને દેશના ખેડૂતોનો અવાજ હતા અને ભાજપે ખેડૂતોની શું હાલત કરી છે તે તો તમે જાણો જ છો.”

- Advertisement -

તેમણે સરદાર પટેલની જ વાત આગળ વધારતા કહ્યું કે, “સરદાર પટેલની વિશ્વમાં સૌથી મોટી મુર્તિ બનાવવાથી સરદાર પટેલ ખુશ નહીં થાય, શું આજે સરદાર પટેલ જીવતા હોત તો ઉદ્યોગપતિઓનું દેવું માફ કરતાં કે પછી ખેડૂતોનું? તમારે સરદારનું સન્માન જ કરવું હોય તો તમારે તેના રસ્તા ઉપર ચાલવું જોઈએ. સરદાર પટેલ જીવિત હોત તો મુર્તિમાં કરોડો રૂપિયા ખર્ચ કરતાં કે પછી મહામારી દરમિયાન ગુજરાતમાં જે 3 લાખ લોકોના મૃત્યુ થયા છે તેમને સહાય કરતાં? મને વિશ્વાસ છે કે આગામી વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને અમે પહેલું કામ એ કરીશું કે ગુજરાતમાં મહામારી દરમિયાન મૃત્યુ પામેલા દરેક વ્યક્તિને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવીશુ. અમે સરદારની વિચારધારા મુજબ અમારી સરકાર બનશે એટલે ગુજરાતનાં ખેડૂતોનું દેવું અમે માફ કરીશું.”

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ કોઈ કાર્યવાહી કરવાં આવતી નથી. જ્યારે એક સામાન્ય માણસ જોડે થોડું પણ ડ્રગ્સ પકડાય તો પોલીસ તેને તરત જેલમાં મોકલી દે છે, પણ આ મુદ્રા પોર્ટ પર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેનું કોઈ તો કારણ હશે ને? આ ગુજરાત મોડલ છે, શું છે ગુજરાત મોડલ?  ગુજરાત મોડલ એટલે 3-4 ઉદ્યોગપતિઓનું રાજ. તમારા ખિસ્સામાંથી પૈસા નીકળે છે અને આ જ 3-4 ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે.”

તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “પાછલી વિધાનસભા ચૂંટણીમાં લોકો કહી રહ્યા હતા કે કોંગ્રેસ ખાતાં થઈ જશે, પણ તમે લડ્યા, તમે એક વિચારધારા માટે લડ્યા અને ભાજપને હંફાવી દીધી. હા થોડી ચૂક થઈ ગઈ કે કોંગ્રેસની સરકાર ન બની પણ હવે આ વર્ષે ચૂંટણીનું પરિણામ ચોક્કસ કોંગ્રેસ તરફી આવશે. લોકો કઈ પણ કહે કહેવા દો, ગુજરાતની જનતા હવે કોંગ્રેસની સાથે છે. એટલે જ ગુજરાતીની જનતાની સરકાર બનશે.”

- Advertisement -

આ ઉપરાત તેમણે કેટલીક જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતની કોંગ્રેસ સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે, મહામારીમાં મૃત્યુ પામેલા 3 લાખ લોકોને કોંગ્રેસ સરકાર 4-4 લાખનું વળતર આપશે. 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અને મહિલાઓ માટે ફ્રીમાં શિક્ષણ કોંગ્રેસ પાર્ટી આપશે. અમે ગેસમાં પણ સબસિડી આપીશું અમે બેરોજગારી તેમજ મોંઘવારીની સમસ્યાનું નિવારણ પણ અમારા મુખ્ય મુદ્દાઓ રહેશે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular