Monday, May 4, 2026
HomeGujaratભાજપે જાહેર કરી 12 ઉમેદવારોની યાદી, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર જ ચૂંટણી...

ભાજપે જાહેર કરી 12 ઉમેદવારોની યાદી, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર જ ચૂંટણી લડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા આજે વધુ 12 ઉમેદવારોના નામ સાથે એક યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ દ્વારા 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે વધુ 12 નામ જાહેર કરવામાં આવ્યા છે, જેની સાથે ભાજપે અત્યાર સુધી 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

આજે જાહેર કરવામાં આવેલ્લી યાદીમાં ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, પાટણથી રાજુલ દેસાઈ, કલોલથી બકાજી ઠાકોર, રાધનપુરથી લવીંગજી ઠાકોર, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, સયાજીગંજથી કેયુર રોકડિયા, પાવી જેતપુરથી જયંતી રાઠવા, ઝાલોદથી મહેશ ભૂરિયા, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, પેટલાદથી કમલેશ પટેલ, હિંમતનગરથી વી.ડી ઝાલાને અને વટવાથી બાબુસિંહ જાધવને ટિકીટ આપવામાં આવી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે ભાજપે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકીટ આપવાનું નક્કી કર્યું હતું, જેનો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આજે જાહેર થયેલી યાદીમાં અલલ્પેશ ઠાકોરનું નામ ગાંધીનગર દક્ષિણથી જ જાહેર કરવામાં આવ્યું છે, તેનો મતલબ એવો સમજી શકાય કે ભાજપની નેતાગીરી દ્વારા કાર્યકર્તાઓને સમજાવી લેવામાં આવ્યા છે.

આજે જાહેર કરવામાં આવેલી ભાજપના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular