Tuesday, May 5, 2026
HomeGujaratનારાજ ભાજપના કાર્યકરોએ ઘાલ્યો ઘેરો ! કમલમના દરવાજા કરવા પડ્યા બંધ, જુઓ...

નારાજ ભાજપના કાર્યકરોએ ઘાલ્યો ઘેરો ! કમલમના દરવાજા કરવા પડ્યા બંધ, જુઓ વીડિયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણીનું રણશીગું ફુંકાય ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષએ મોટા ભાગના ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઉતારી દીધા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે આજે0 ઉમેદવારી ફોર્મ ભરવાનો પણ છેલ્લો દિવસ હતો. ત્યારે આજે સવારથી જ ગાંધીનગરમાં આવેલું ભાજપનું કાર્યાલય કમલમ ખાતે નારાજ કાર્યકર્તા અને નેતાઓનો મેળો જામ્યો છે. પોતાના જ પક્ષના કાર્યકરોનો વિરોધ એટલી હદે પહોંચ્યો કે કમલમના દરવાજા બંધ કરવા પડ્યા હતા.

ભાજપએ આ વખતની ચૂંટણીમાં અનેક મોટા માથાઓની બાદબાકી કરી નાખી છે. જોકે મોટામાથા કપાતા તેમના કાર્યકર્તાઓ નારાજ થયા છે. 16 સીટ પર ભાજપનું કોકડું ગુચવાયું છે. તેનો ઉકેલ લાવવા કેન્દ્રીયમંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં આવવું પડ્યું છે. એવામાં આજરોજ બપોરે મોટી સંખ્યામાં પાટણ અને બાયડના કાર્યકરો રજૂઆત કરવા કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે હજારોની સંખ્યામાં કાર્યકરો ઘસી આવતા તમામને બહાર ગાર્ડનમાં બેસાડાવામાં આવ્યા હતા.

- Advertisement -

કોંગ્રેસવાળી કમલમ ખાતે ન થાય માટે તાત્કાલીક ઉઠતા સિક્યોરિટી વધારવામાં આવી હતી. મહત્વની વાત છે કે, ભાજપ દ્વારા હજી પણ 16 ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી છે. તેવામાં કમલમ પર કેન્દ્રીયમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સાથે બેઠક કરવામાં આવી હતી. આજ રાત સુધીમાં ભાજપના તમામ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. કારણ કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

ટિકિટની વહેંચીને લઈને કાર્યકર્તાઓની નારાજગી સામે આવતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કમલમમાં ધામા નાખ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના અનેક નેતાઓ દ્વારા અવાર-નવાર તેમના કાર્યકર્તાઓની પ્રશંસા કરતાં હોય છે. ઉપરાંત ભાજપના નેતાઓ કહેતા ફરે છે કે ભાજપની જીતમાં કાર્યકર્તા સૈનિકોની ભૂમિકા નીભાવતા હોય છે. એવામાં આજે ભાજપના કાર્યકરો માટે જ ભાજપે પક્ષના કાર્યાલયના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. વિરોધનો વંટોળ અટકાવવા અમિત શાહ કમલમ આવીને આગળની રણનીતી ઘડી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું ભાજપ માટે રાતદિવસ કામ કરનારા તેમના કાર્યકર્તાઓની વાત સાંભળવામાં માટે કમલમના દરવાજા ખુલશે કે નહીં !

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular