Monday, May 4, 2026
HomeGujaratભાજપ જીતશે તો CM બનશે આ નેતા, અમિત શાહે કર્યો ખુલાસો

ભાજપ જીતશે તો CM બનશે આ નેતા, અમિત શાહે કર્યો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસમાં કેટલીક બેઠક પર નારાજગી પણ જોવા મળી હતી. તેવામાં ગઈકાલથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. આ ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ કોના સીરે જશે તે અંગે પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં અમિત શાહએ ગુજરાતના આગામી સીએમ કોણ હશે તેની સપષ્ટતા કરતાં અટકળોનો અંત આવ્યો છે.

ગુજરાતમાં પ્રથમ વખત તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આપ પાર્ટીએ લોકસર્વે કરીને સીએમ ફેસ તરીકે ઈસુદાન ગઠવીના નામની જાહેરાત કરી છે. જોકે કોંગ્રેસ અને ભાજપ દ્વારા સીએમ ફેસ તરીકે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ બહુમતી હાંસલ કરશે તો ફરીવાર ભુપેન્દ્ર પટેલ જ રાજ્યના સીએમ બનશે.

- Advertisement -

અમિત શાહના નિવેદન બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આગામી મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર ભુપેન્દ્ર પટેલને જ બનાવવામાં આવી શકે છે. ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીની સ્થાને સીએમ પદ સંભાળ્યુ હતું. તેમણે ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ વર્ષેની ચૂંટણીમાં પણ તેમણે ઘાટલોડિયા બેઠક પરથી જ ફરીવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જોકે ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના અન્ય કોઈ ઉમેદવારે દાવેદારી જ કરી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ કથની અને કરની હંમેશા સમાન હોય તેવું નથી અત્યારે ભલે ભુપેન્દ્ર પટેલને આગામી સીએમ તરીકે જોવામાં આવતા હોય પરંતુ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોઈ નવો જ ચહેરો સીએમ બને તો નવાઈ નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular