નવજીવન ન્યૂઝ.વડોદરા: વડોદરામાં નવલખી ગ્રાઉન્ડમાં ૨૧મીથી યોજાનારા લોકમેળામાં સરકારી તંત્રની બેદરકારીથી અનેક કારીગરો હેરાન થયા છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મેળો ૨૧મીએ શરૂ થનાર છે, પણ કર્મચારીઓ દ્વારા કારીગરોને ૧૮મી મેના રોજ બપોરે હાજર થવા દબાણ કરાયું. આજે મેળામાં અનેક કારીગરો પોતાનો માલસામાન લઈને પહોંચ્યા, પણ જગ્યા પર તો હજુ સ્ટોલ પર પૂરા બન્યા નથી. જેના કારણે આકરી ગરમી -હિટવેવ વચ્ચે કારીગરો ભારે હેરાન થયા.
આ અંગે કારીગરોએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, આ મેળો ૨૧મી મેથી શરૂ થનાર છે. જેમાં મુખ્યમંત્રી બધા સ્ટોલની મુલાકાત લેશે તેમ કહેવાયું છે. ગઇકાલે ૧૭મી મેની રાતે જ, મેળામાં ભાગ લેનારા બધા કારીગરોને મેળાના આયોજક તંત્રના કર્મચારીઓના ફોન આવ્યા અને બધાને મેળો શરૂ થવાના ૩ દિવસ પહેલા એટલેકે ૧૮મી મેના રોજ હાજર થવા દબાણ કરાયું. કારીગરોના જણાવ્યા પ્રમાણે, આ કર્મચારીઓ તરફથી તેમને એવું કહેવાયું હતું કે, સી.એમ. ૧૯મી મેના રોજ આવશે. જો કે ૧૮મીએ આકરી ગરમી વચ્ચે અનેક કારીગરો વડોદરા નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા તો ત્યાં પૂરતા સ્ટોલ પણ બન્યા જ નથી.
જેના પગલે આકરી ગરમી વચ્ચે ઉતાવળે ઉતાવળે માલસામાન લઈને આવેલા કારીગરો ભારે હેરાન થયા. એટલું જ નહિ તેમને પોતાનો લાખો રૂપિયાનો સામાન ક્યાં રાખવો તેની ઉપાદી થઈ પડી. એ પછી કારીગરો એ સરકારી કર્મચારીઓને ફોન કરીને રજૂઆત કરી, તો એક પણ કર્મચારી સ્થળ પણ ના ડોકાયો. ૩ દિવસ વહેલા આવેલા કારીગરોને હવે વડોદરામાં વધુ ૩ દિવસ રોકવાનો અને સામાનની સાચવણીનો ખર્ચ માથે પડશે. તંત્રના મિસ મેનેજમેન્ટના કારણે કારીગરોને ભારે હેરાન થવાનો વારો આવ્યો.
કારીગરોનું કહેવું છે કે, તેઓ પોતાના નામ નથી આપી શકતા. કારણ કે, જો તેઓ નામ આપે તો પછીથી તેમને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે. આથી તેઓ નામ નથી આપી શકતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











