Friday, May 1, 2026
HomeGujaratનકલી માર્કશીટ બનવાવનું રેકેટ સામે આવ્યું, વિઝા અપવવા માટે બનાવતા હતા ખોટા...

નકલી માર્કશીટ બનવાવનું રેકેટ સામે આવ્યું, વિઝા અપવવા માટે બનાવતા હતા ખોટા પ્રમાણપત્રો; એલિસબ્રિજ પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે કે યુવાનોમાં વિદેશ જવાની ઘેલછામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતનાં યુવાનો કાયદેસર રીતે વિદેશ ન જઈ શકે તો તેઓ ખોટા રસ્તા અપનાવીને પણ વિદેશ જવા તૈયાર થઈ જતાં હોય છે. જેમકે ખોટી માર્કશીટ બનાવીને વિઝા મેળવવા. અમદાવાદમાં આવી જ રીતે ખોટી માર્કશીટ બનાવટી એક ટોળકીને પકડવામાં આવી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આ ખોટી માર્કશીટ બનાવવાનું રેકેટ ચાલતું હતું.

પ્રાથમિક જાણકારી મુજબ શુક્રવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ડી. ડી. પટેલને નકલી માર્કશીટના કૌભાંડ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે તેમણે આંબાવાડીના ગ્રાન્ડ મોલમાં ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ નામની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ મનીષ ઝવેરી, નીરવ વખારિયા અને જીતેન્દ્ર ઠાકોર નકલી માર્કશીટ બનાવવાનો ધંધો કરતાં હતા.

- Advertisement -

પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગત મુજબ, વિદેશ જવા ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓરીજનલ માર્કશીટ લઈ આરોપીઓ તેમાંથી ગુજરાત બોર્ડનો લોગો અને સિક્કો કાઢીને માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. આમ વિદેશ જવા ઇચ્છતા લોકોને વિઝા અપાવવા માટે આ નકલી માર્કશીટનું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ઓફિસમાંથી 35 જેટલી નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઓફિસમાંથી રૂ.23,75,200ની રોકડ, 60 હજારનું કોમ્પ્યુટર, 27 હજારના મોબાઈલ ફોન અને પૈસા ગણવા માટેનું બે હજારનું મશીન મળી કુલ રૂ.24,64,200નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular