Friday, May 1, 2026
HomeNationalસ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હાઈ એલર્ટ, IBએ આ સ્થળોએ સાવચેતી...

સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હાઈ એલર્ટ, IBએ આ સ્થળોએ સાવચેતી રાખવા સૂચના આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશ આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. જો કે આતંકવાદીઓ રંગમાં ભંગ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 15 ઓગસ્ટના રોજ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. IBએ કહ્યું છે કે ઘણા IED(Improvised explosive device) ડ્રોન મારફતે પંજાબથી પાકિસ્તાન સરહદે ભારતના વિવિધ શહેરોમાં પહોંચ્યા છે. તાજેતરમાં પંજાબ અને અલગ-અલગ રાજ્યોમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્વારા ભારતમાં ઘણા બધા IED મોકલ્યા છે.

ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, AK-47 સહિતના હથિયારો પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે ભારતમાં કેટલાક સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષા એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસને લોન વુલ્ફ એટેકના ઈનપુટ પણ આપવામાં આવ્યા છે. આઈબીના જણાવ્યા અનુસાર ભીડમાં કોઈ પણ વ્યક્તિ હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં સ્ક્રીનિંગ અને ચેકિંગને ખૂબ જ ચુસ્ત રાખવા માટે કહેવામાં આવ્યું છે.

- Advertisement -

IBએ પતંગ દ્વારા હુમલાનું એલર્ટ આપ્યું છે. આ સાથે લાલ કિલ્લાની આસપાસ પતંગ ચગાવવા અને તેના પર સંપૂર્ણ નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘોડી (અપંગ વ્યક્તિને ચાલવા માટેનું સાધન) દ્વારા કોઈપણ પ્રકારના હુમલાના ઈનપુટ પણ આપવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે કોઈ વ્યક્તિ ઘોડીમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મૂકીને હુમલો કરી શકે છે, તેથી સ્ક્રીનિંગ ખૂબ જ મજબૂત હોવું જોઈએ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular