Thursday, April 18, 2024
HomeGujaratઅમદાવાદના અટલ બ્રિજ પર દર કલાકે 3 હાજર લોકોને જ પ્રવેશ અપાશે,...

અમદાવાદના અટલ બ્રિજ પર દર કલાકે 3 હાજર લોકોને જ પ્રવેશ અપાશે, મોરબીની દુર્ઘટના બાદ લેવાયો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મોરબી ગઈકાલે બ્રિજ તુટવાની દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. પુલ તુટતા અંદાજિત 400 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. સરકારી આંકડા અનુસાર 134 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં 50થી વધુ બાળકો છે. ગઈકાલ રાતથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ બચાવ કામગીરીએ લાગી છે. હજુ પણ બચાવ કામગીરી શરૂ છે. ત્યારે આ ઘટનાના પડધા અમદાવાદમાં જોવા મળ્યા છે.

મોરબીમાં બનેલી દુર્ધટનાનું એક તારણ ઓવરલોડ પણ કહેવામાં આવી રહ્યું છે. બ્રિજ તુટ્યો ત્યારે તેની ક્ષમતા કરતા વધારે લોકો બ્રિજ પર હાજર હતા. જોકે આવી દુર્ઘટના અન્ય કોઈ જગ્યાએ ન બને તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદી પર તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા અટલ બ્રિજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતી હોય છે. જોકે હવેથી અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

- Advertisement -

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જણાવામાં આવ્યું છે કે, અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતઓને જ પ્રવેશ આપવામાં આવશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે. અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ હવેથી અટલ બ્રિજ પર મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. અટલ બ્રિજની હાલની ક્ષમતા 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે તેવી છે. લોકોને અપીલ છે કે 3,000 થી વધારે લોકો બ્રિજ પર થઈ જાય તો થોડો સમય લોકો બહાર નીકળી જાય અને ત્યારબાદ અંદર પ્રવેશ મેળવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular