Saturday, July 13, 2024
HomeGujaratAhmedabadરિવર ફ્રન્ટ મર્ડર કેસ ઉકેલાયો, વિરમગામમાં મિત્રની હત્યા કરી ડરેલા સ્મિતે જાતે...

રિવર ફ્રન્ટ મર્ડર કેસ ઉકેલાયો, વિરમગામમાં મિત્રની હત્યા કરી ડરેલા સ્મિતે જાતે જ જીવન ટૂંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News : ગઈકાલે વહેલી સવારની આસપાસ રિવરફ્રન્ટ પર આવેલા દધિચી બ્રિજ પાસે એક 24 વર્ષીય યુવક સ્મિત ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ મૃતક સ્મિથને પીઠના ભાગે રિવોલ્વોરની ગોળી વાગી હોવાનું સામે આવતા કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સ્મિથની હત્યા થઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે (Ahmedabad Police) એ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે અને સ્મિતની કોઈએ હત્યા કરી નથી પરંતુ સ્મિતે જાતે જ જીવન ટૂંકાવવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રિવરફ્રન્ટ Ahmedabad Riverfront) પાસેથી મળી આવેલી સ્મિત ગોહિલના મર્ડર કેસની તપાસ કરતાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર ઘટના મુજબ સોમવારે વિરમગામમાં રવિન્દ્ર લુહાર નામના યુવકની હત્યા થઈ હતી. હત્યાને પગલે પોલીસ તપાસ કરી રહી હતી. રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બંને મિત્રો હતા. રવિન્દ્ર સ્મિત ગોહિલ પાસે 8 લાખ રૂપિયા માગતો હતો. પૈસાની લેતી દેતી મામલે સ્મિત ગોહિલ અને તેના મિત્ર યશ રાઠોડે સાથે મળીને વિરમગામમાં રવિન્દ્ર લુહારની ફાયરિંગ અને છરીના ઘા વડે હત્યા કરી હતી અને રવિન્દ્રની લાશને સળગાવી દીધી હતી. રવિન્દ્રની હત્યા કરી યશ અને સ્મિત અમદાવાદ આવ્યા હતા. સ્મિથને રવિન્દ્રની હત્યામાં પકડાઈ જવાનો ડર સતાવી રહ્યો હતો. જેના કારણે સ્મિતે જાતે જ પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે.

- Advertisement -

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, યશ અને સ્મિત વર્ષોથી મિત્રો હતા. સાથે જ મધ્યપ્રદેશના મુનેરથી યશ અને સ્મિત હથિયાર લાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. પોલીસે ધરપકડ કરેલા યશની પૂછપરછમાં એક બીજા વ્યક્તિની હત્યા કરવાનું ષડયંત્ર પણ સામે આવ્યું છે. મુકેશ ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરવાની યોજના યશ અને સ્મિત દ્વારા બનાવવામાં આવી હતી. મુકેશ ઠાકોર પણ પૈસાની લેતી દેતી સાથે સંકળાયેલો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular