નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે www.gseb.org વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં 1 લાખ અને 8 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 72.2 ટકા પરિણામ મળ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધારે 85.78 ટકા પરિણામ આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું ગુજરાતમાં સૌથી ઓછું 40.19 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની 64 શાળાઓ એવી છે કે જેમનું 100 ટકા પરિણામ આવ્યું છે, પરંતુ 61 શાળાઓ એવી છે કે જેમનું પરિણામ 10 ટકા કરતાં પણ ઓછું છે.
ગુજરાતનાં લાઠી કેન્દ્રમાં સૌથી વધારે 96.12 ટકા પરિણામ આવ્યું છે જ્યારે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 33.33 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં વિદ્યાન પ્રવાહમાં ગ્રેડ A1માં 196 વિદ્યાર્થીઓ અને ગ્રેડ A2માં 3306 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી મધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે અને અંગ્રેજી મધ્યમનું 72.57 ટકા પરિણામ આવ્યું છે. ગ્રૂપ Aના વિદ્યાર્થીઓએ 78.40 ટકા પરિણામ મેળવ્યું છે, ગ્રૂપ Bના વિદ્યાર્થીઓએ 68.58 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે ગ્રૂપ ABના વિદ્યાર્થીઓએ 78.8 ટકા પરિણામ મેળવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જાહેરાત થયા બાદ આજે ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવે ધોરણ 10નું પરિણામ જાહેર કરવાં આવશે. આ વર્ષે ધોરણ 1 માટે 9.48 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











