નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે વરલી-મટકા, જુગાર અને સટ્ટા જેવા દુષણના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. મેઘરજમાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હાર-જીતની બાજી લગાવી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ પણ ચુક્યા છે. અરવલ્લી એલસીબી પોલીસ દ્વારા મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ ખુલ્લામાં જુગાર રમતા શકુનિઓ પર કાર્યવાહી કરતા ત્રણ જુગારીઓને 7 હજારથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા ત્રણ જુગારીઓ પોલીસને થાપ આપવામાં સફળ રહ્યા હતા મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ ખુલ્લેઆમ જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકતા મેઘરજ પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.
અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ જાહેર સ્થળ પર જુગાર રમતા ત્રણ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂ.5160/- સહીત 7 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે 6 શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
વાંચો જુગારીઓના નામ
1) મુસ્તુફાભાઈ અહેમદભાઈ ચડી
2) અજીજખા સાહેબજખાન ધોરી
3) રમીજ મોહમ્મદભાઈ બંગા
4) રઝાક ઇસ્માઇલભાઈ ઉર્ફે તલાટી પટેલ
5) સાલ્લાઉદ્દીન મુસાભાઇ ઉર્ફે અફઝલ બાકરોલીયા (તમામ રહે, મેઘરજ)
6) દલપત બાપુ (રહે, બેડજ-મેઘરજ)
![]() |
![]() |
![]() |











